મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ


SHARE







મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાણી પીણી તથા ફરસાણની પેઢીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલનો નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાણી પીણી તથા ફરસાણની પેઢીઓ ચેકિંગ કર્યું હતું અને કેટલીક જગ્યાએથી તેલના નમૂના લઈને સ્થળ પર તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે રવાપર રોડ પર આવેલા ફરસાણની ૨૦  પેઢીમાં તપાસ કરીને તેલના નમૂનાનું TPC મશીનથી ચકાસણી કરવામાં આવી હતી જેમાં તેલના નમુનામાં ૨૫ TPC COUNT થી વધુ કાઉન્ટ આવેલ હતા તે તમામ તેલના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તદઉપરાંત ફરસાણની પેઢીમાં મળેલ છાપેલ ન્યુસ પેપરનો આશરે 5 કિલો જથ્થો ફૂડ સેફ્ટિ ઇન્સ્પેક્ટર દ્વારા  નાશ કરવામાં આવેલ છે. આ સાથે ખાણી પીણીના વેપારિયોને ફૂડ શાખા દ્વારા તાકીદ કરવામાં આવી છે કે, આ ચેકિંગની કામગીરી આગામી દિવસોમાં વધુ કડક રીતે કરવામાં આવશે. ઉલેખનીય છે કે, લાઈટ નાસ્તા હાઉસમાંથી આશરે 2 કિલો અખાદ્ય ચટણીનો નાશ કરાયો હતો અને નેપોપ ચાઈનીસમાંથી આશરે 5 કિલો આખાદ્ય ચટણી તથા ફૂડ કલરનો નાશ કરાયો છે તેવી માહિતી મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટિ ઇન્સ્પેક્ટર પાસેથી જાણવા મળી છે






Latest News