સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ખેડૂતની પ્રામાણિકતા : ગોંડલના વેપારીએ ભૂલથી બેંકમાં નાખેલું ૨.૪૩ લાખનું પેમેન્ટ પરત કર્યું


SHARE





ટંકારાના ખેડૂતની પ્રામાણિકતા : ગોંડલના વેપારીએ ભૂલથી બેંકમાં નાખેલું ૨.૪૩ લાખનું પેમેન્ટ પરત કર્યું

એકના બદલે બીજા રમેશભાઈના ખાતામાં પૈસા જમા થઈ ગયા હોવાના લીધે ભૂલથી ખાતામાં પૈસા જમા થઇ જતાં પ્રમાણિક્તા રાખીને પરત કરવાં આવ્યા હતા.ટંકારાના બે સરખા નામ ધરાવતા ખેડૂતોએ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચાણ કર્યા બાદ વેપારીએ રૂપિયા ૨.૪૩ લાખ ભૂલથી અન્ય ખેડૂતના ખાતામાં જમા કરાવી દેતા ટંકારાના ખેડૂતે પ્રામાણિકતા દાખવી માતબર રકમ પરત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આર.કે.કોર્પોરેશન નામની પેઢીમાં મગફળી વેંચતા રૂપિયા ૧.૧૮ લાખ વેપારીએ રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાના ખાતામા જમા કરાવી દીધા હતા.જો કે, બાદમાં ટંકારાના ઉમિયાનગરના ખેડૂત રમેશભાઈ અંબારામભાઈ ઘેટિયાએ પણ ગોંડલ યાર્ડમાં આર.કે.કોર્પોરેશનમાં જ પોતાની મગફળી વેચી હોય રૂપિયા ૨.૪૩ લાખનું પેમેન્ટ વેપારીએ રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાના ખાતામાં જમા કરાવી દીધું હતું. બાદમાં આ અંગેની જાણ થતાં ટંકારાના રમેશભાઈએ પેઢીના વેપારી કેતનભાઈ રાજવીર ને તાત્કાલિક બેંકનો ચેક આપી રકમ પરત કરી પ્રામાણિકતા દાખવતા વેપારીએ ખેડૂતનો આભાર માન્યો હતો.




Latest News