મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

  ટંકારાના સરાયા ગામે નવનિર્મિત સાંઢળા દાદાના મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે યોજાયેલ લોકડાયરામા ડોલર અને રૂપિયાનો વરસાદ


SHARE







  ટંકારાના સરાયા ગામે નવનિર્મિત સાંઢળા દાદાના મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે યોજાયેલ લોકડાયરામા ડોલર અને રૂપિયાનો વરસાદ
 
ટંકારાના સરાયા ગામે નવનિર્મિત સાંઢળા દાદાના મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે યોજાયેલ લોકડાયરામા લોકગાયિકા અલ્પા પટેલે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન કવન રજૂ કરતા જ શ્રોતાગણમાથી ડોલર અને રૂપિયાનો રિતસર વરસાદ વરસ્યો હતો.સ્લોગન પરિવાર દ્વારા ટંકારા તાલુકાના સરાયા ગામે સરાયા-નેસડા રોડ પર બનાવાયેલા સાંઢળા દાડા મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો જેમાં ૧૧ કુંડી મહાયજ્ઞ, શોભાયાત્રા અને મહાપ્રસાદ બાદ ભજનિક અને લોકગાયક અલ્પાબેન પટેલ અને હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળાએ ભજન અને લોકસાહિત્યની જમાવટ કરી હતી.વધુમાં લોકગાયિકા અલ્પા પટેલના કંઠે જુદા જુદા ભજન, ગીતો બાદ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન કવન રજૂ કરતા જ શ્રોતાગણ ઝૂમી ઉઠ્યો હતો અને ડોલર તેમજ રૂપિયાની નોટોનો વરસાદ વરસાવતા અંદાજે ૧૦ લાખથી વધુ ધનરાશિ એકત્રિત થઈ હતી. આ તમામ ધનરાશિ શૈક્ષણિક કાર્ય માટે વાપરવા પણ નક્કી કરાયું હતું.






Latest News