મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ખીજડીયા રોડ પર આવેલી વસાહતમાં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ


SHARE











ટંકારાના ખીજડીયા રોડ પર આવેલી વસાહતમાં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

ટંકારામાં ગઈકાલે ઠેર ઠેર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ટંકારાના ખીજડીયા રોડ પર આવેલી વસાહતમાં પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ગઈકાલે તારીખ 26 નવેમ્બરે ટંકારાના ખીજડીયા રોડ પર આવેલી ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજના લોકોની વસાહતમાં  ૭૩ માં "સંવિધાન દિવસ" નિમિતે ડૉ. બાબા સાહેબ આંબેડકર અને કાંસીરામ સાહેબની યાદમાં "ભારતીય બંધારણ"ના ઉપક્રમે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાવિષા, કિર્તી, ચાહત અને કોમલ દ્વારા દિપ પ્રક્ટાવી ડૉ.બાબા સાહેબ અને કાંસીરામ સાહેબનાં તૈલી ચિત્રોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. કોમલ નામની બાળાએ બાબા સાહેબના જીવન પર પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. એડવોકેટ હિતેષભાઈ દ્વારા સંવિધાન અને કાયદાકીય પ્રવૃતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.આ તકે ઉપસરપંચ નિર્મળાબેન ચાવડા, ગીતાબેન વાળા, ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઇ ચાવડા, પ્રવીણભાઈ ચૌહાણ, દિલિપભાઈ મકવાણા, અશ્વિનભાઈ પરમાર, જીતુભાઈ, નરેન્દ્રભાઈ, વિનુભાઈ, મનોજભાઈ વાળા,ગોવિંદભાઈ, ભરતભાઈ અને બહોળી સંખ્યામાં બહેનો અને બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું. બંધારણ દિવસની ઉજવણીમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સમાપન હેમંતભાઇ ચાવડા દ્વારા કરાયું હતું.






Latest News