મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે જમીન ખરીદી માટે પિતાએ આપેલ રૂપિયા યુવાને પરત માંગતા સગા કાકાએ માર માર્યો


SHARE











મોરબીના રવાપર ગામે જમીન ખરીદી માટે પિતાએ આપેલ રૂપિયા યુવાને પરત માંગતા સગા કાકાએ માર માર્યો

મોરબીના રવાપર ગામે રહેતા યુવાનના કાકાને તેના પિતાએ જમીનની ખરીદી કરવા માટે અગાઉ રૂપિયા આપ્યા હતા અને હાલમાં તેને રૂપિયાની જરૂરિયાત હોય તેના કાકાએ રૂપિયાની માંગણી કરી હતી ત્યારે રૂપિયા આપવાના બદલે યુવાનને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હોવાનું હાલમાં સામે આવ્યું છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે રહેતા વિશાલ હરેશભાઈ અગ્રાવત (ઉંમર ૨૨) નામના યુવાનને તેના સગા કાકા ભુપતભાઈ તુલસીદાસભાઈ અગ્રાવત રહે. રવાપર વાળાએ હાથ મરડીને માર માર્યો હોય તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલ વિશાલ અગ્રવાલ સાથે વાત કરતા તેને જણાવ્યૂ હતું કે અગાઉ જમીનની ખરીદી કરી હતી ત્યારે તેમાં તેના પિતાએ પણ ૩૦ લાખ જેવી રકમ આપી હતી જોકે થોડા સમય પહેલા વિશાલનું એક્સિડન્ટ થયું હોવાથી તેને રૂપિયાની જરૂર હતી અને ત્યારે તેના કાકા પાસે રૂપિયાની માંગણી કરી હતી તો રૂપિયા આપ્યા ન હતા અને રૂપિયાની માંગણી કરી હોય હાલમાં ઉશ્કેરાઈ જઈને વિશાલના સગા કાકા ભુપતભાઈ અગ્રાવતે તેનો એક્સિડન્ટમાં ઇજા પામેલ જે હાથ હતો તે હાથ મરડી નાખ્યો હતો જેથી કરીને વિશાલ અગ્રાવતને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એડમિશન પોલીસે જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

મારામારીના બનાવમાં ત્રણની ધરપકડ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં થયેલ મારામારીના બનાવમાં તપાસ અધિકારી જગદીશભાઈ ડાંગર દ્વારા હુમલો કરનાર ગોપાલ નાજા ગોલતર (૩૨) ધંધો ડ્રાઇવિંગ રહે. ત્રાજપર, મના રૂખડ ગોલતર (૪૨) ધંધો પશુપાલન રહે. ત્રાજપર અને મુસ્તુફા ઉર્ફે મુસો એહમદ ચાનિયા (૨૧) ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે. કબીર ટેકરી વાળાઓની ધરપકડ કરવામાં આવી હોલાનું પોલીસ સુત્રો દ્રારા જાણવા મળેલ છે.

પરણીતા સારવારમાં

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા અંજલીબેન ગૌતમભાઈ પરમાર નામની ૨૧ વર્ષીય મહિલા અજાણી માત્રામાં તેના ઘરે ફીનાઈલ પી જતા તેણીને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એ.ગઢવી દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી પરણીતાનો લગ્નગાળો બે વર્ષનો હોય અને સંતાનમાં એક બાળકો હોય પોલીસે આ અંગે નોંધ કરીને કારણ સંદર્ભે તજવીજ હાથ ધરી હતી.






Latest News