મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જોગ ગુરૂદેવ હોટલ પાસે આવેલ દુકાનમાંથી ૧૨૦ બોટલ દારૂ સાથે બે ઝડપાયા: એકની શોધખોળ


SHARE







મોરબીમાં જોગ ગુરૂદેવ હોટલ પાસે આવેલ દુકાનમાંથી ૧૨૦ બોટલ દારૂ સાથે બે ઝડપાયા: એકની શોધખોળ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની પાછળના ભાગમાં આવેલ જોગ ગુરુદેવ હોટલની પાસે આવેલ દુકાનમાં દારૂની એલસીબીની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૧૨૦ બોટલ મળી આવતા પોલીસે ૭૨ હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની પાછળના ભાગમાં આવેલ જોગ ગુરુદેવ હોટલની પાસે આવેલ દુકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમના બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા દુકાનમાંથી દારૂની ૧૨૦ બોટલો મળી આવી હોય પોલીસે ૭૨૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ જાતે રજપૂત (૩૫) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી સરકારી સ્કૂલ પાસે મોરબી-૨ તેમજ અર્જુનસિંહ દિલુભા ઝાલા જાતે દરબાર (૩૦) રહે. મહારાણા પ્રતાપ સોસાયટી સામાકાંઠે મોરબી-૨ વાળા મળી આવ્યા હતા જેથી તેની પોલીસે ધરપકડ કરી હતી અને હાલમાં આ બંને શખ્સોની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં કાનભા મનુભા પરમાર રહે પાળીયાદ જીલ્લો બોટાદ વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

બાળકી સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી-બેલા વચ્ચે આવેલ એસ્ટોના મિનરલ નામના યુનિટમાં રહી મજૂરી કામ કરતાં પરિવારની પલ્લવી રવિભાઈ ચૌધરી નામની બે વર્ષની બાળકી કોઈ કારણોસર રમતા રમતા મશીનના પટ્ટામાં આવી ગઈ હતી જેથી માથા અને શરીરના ભાગે ઇજાઓ થતા તેણીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી રાજકોટથી યાદી આવતા હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા મીનાબેન સુરેશભાઈ રાઠોડ જાતે કડિયા નામની ૪૨ વર્ષની મહિલાને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં મુઢ ઇજાઓ થયેલ હોય તેમને સારવાર માટે મોરબીના સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જેથી તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા નોંધ કરીને આ બનાવની આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.






Latest News