મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પેપર મીલમાં બનાવ : લોડર મશીનની હડફેટે મહિલાનું મોત


SHARE







મોરબીમાં પેપર મીલમાં બનાવ : લોડર મશીનની હડફેટે મહિલાનું મોત

મોરબીના વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ પેપર મિલમાં કામ દરમિયાન લોડર મશીનની હડફેટે ચડી જતા પરપ્રાંતીય મજૂર મહિલાનું મોત નીપજયુ હોવાનું જાણવા મળે છે

બનાવની જાણવા મળતા વીગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામે આવેલ બ્રાઉનિયા પેપર મીલ નામના યુનિટમાં કામ દરમિયાન લોડર મશીનના ચાલકે સાગરબેન કરણભાઈ પટેલ નામની ૨૮ વર્ષીય મજૂર મહિલાને હડફેટે લીધી હતી જેથી તેણીનું ઘટના સ્થળે મોત નીપજત્તા મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા બીટ વિસ્તારના જમાદાર મૌમજીભાઇ ચૌહાણ દ્વારા આ અંગે આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે. જ્યારે મોરબી તાલુકાના ખરેડા ગામે જગદીશભાઈ દયારામભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારનો રાહુલ ફુલિયાભાઈ ધાણકા નામનો ૧૦ વર્ષનો બાળક ઈજાગ્રસ્ત થતા તેને સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન ખુલ્યુ હતુ કે ગામમાંથી વાડીએ જતા સમયે રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટ લેતા તેને સારવાર માટે મોરબી લવાયો હતો.

વાહન અકસ્માતમાં બે ને ઇજા

મોરબી તાલુકાના માણેકવાડા અને બગથળા ગામની વચ્ચે રીક્ષાનો અકસ્માત થયો હતો જે બનાવમાં કિશન સતિષભાઈ ખીંટ નામના ૧૩ વર્ષના બાળકને અને મણીબેન સતિષભાઈ ખીંટ (૩૯) ને ઇજાઓ પહોંચતા બંનેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા વધુમાં તાલુકા પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ કાર અને રિક્ષા વચ્ચે થયેલ અકસ્માતમાં કિશન અને મણીબેનને ઈજાઓ પહોંચતા સારવારમાં લાવવામાં આવ્યા હતા જે અંગે એએસઆઈ આઅ.એમ.અજમેરી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના સામાકાંઠે ઉમિયાનગર વિસ્તારમાં રહેતા શારદાબેન કરસનભાઈ પઢીયાર નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને ઉમિયાનગર વિસ્તાર પાસે આવેલ મેલડી માતાના મંદિરના ઢાળિયા પાસે વાહન અકસ્માત બનાવમાં ઇજા પહોંચતા ૧૦૮ વડે સારવારમાં સીવીલે ખસેડાયા હતા. તેમજ મોરબીના સામાકાંઠે માળિયા-વનાળીયા સોસાયટીમાં રહેતા નરેશ મનજીભાઈ પરમાર નામના ૩૮ વર્ષના યુવાનને ભડીયાદ કાંટા પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં લઈ જવાયો હતો.






Latest News