સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

૨૬ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિર માટે ટંકારામાં શિબીર યોજાઇ


SHARE





૨૬ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિર માટે ટંકારામાં શિબીર યોજાઇ

ટંકારા કન્યા પ્રાથમિક શાળામાં ચાલી રહેલ યોગ વર્ગની મુલાકતે મહિલા પતંજલી રાજ્ય પ્રભારી તનુજા આર્યજી (પતંજલિ યોગ સમિતિ ગુજરાત, દક્ષિણ) આવ્યા હતા અને.આગામી તા.૨૬ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિરનું આમંત્રણ પાઠવ્યુ હતુ.આ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનિંગ લીધેલ યોગ ટ્રેનેરો તથા યોગ સાધકો અને યોગપ્રેમીઓ જોડાઇ તેવી અપીલ તેઓએ કરી હતી.આ શિબિર અંતર્ગત તનુજા આર્ય દ્વારા લોકોને યોગ જીવનમાં કેટલો જરૂરી છે.આપણી ભારતીય સંસ્કૃતિ, યોગ શા માટે કરવાં જોઈએ, યોગના ફાયદા, યોગ રોગથી ઉપર ઉઠીને પરમાત્માને પામવા માટેનો રસ્તો છે વિગેરે બાબતો વિશે લોકોને સચોટ જ્ઞાન આપેલ અને ભારતને રોગ મુકત તથા ફરી વિશ્વગુરુ બનાવવામાં સૌને યોગદાન આપવા આહવાન કર્યુ હતુ. ગુજરાત રાજ્ય પ્રભારી તનુજા આર્યજીના સ્વાબ્દિક યોગથી લોકોમાં નવી ઉર્જાના સ્ત્રોત ઉભરાયો અને લોકો રોજ યોગ કરશે અને કરાવશે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.તનુજાબેન આર્યના સાનિધ્યમાં પતંજલિ મહિલા ટંકારા તહસિલના કાર્યકર્તા તરીકે પદ આપીને બહેનોને યોગકાર્યને આગળ વેગ આપવા માટે પદનિયુક્તિ કરવામાં આવેલ જેમા ટંકારા તાલુકાના પ્રભારી યોગ કોચ તરીકે કંચન સારેસાની, મહામંત્રી પદે ડિમ્પલ સારસા અને ફાલ્ગુની વાઘેલાની, સંગઠન મંત્રી તરીકે જિન્નતબેન સમા અને કોષાધ્યક્ષ પદે મનાલી પરમારની વરણીઓ કરવામાં આવી હતી.




Latest News