મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ખુની હુમલાના કેસમાં આરોપીઓનો નીર્દોષ છુટકારો


SHARE











મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ખુની હુમલાના કેસમાં આરોપીઓનો નીર્દોષ છુટકારો

માળીયા(મીં) પોલીસને તા ૨૩-૧૨-૨૦૧૯ ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીન ઘર આ કામના આરોપી કાદરભાઈ હબીબભાઈ જેડાના ઘર પાસે બાજમાં હોય અને ફરીયાદી પોતાના ઘર પાસે શેરીમાં બેસતા હોય જે આ કામના આરોપીઓને સારુ નહી લાગતા જે બાબતનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી છરી જેવા તીક્ષ્ણ હથીયાર ધારણ કરી ફરીયાદી મામલતદાર કચેરી પાસે તેના મોટરસાઈકલ પર જતા હોય જેને રોકી ફરીયાદીને ગાળો આપી મારી નાખવાના ઈરાદે પાંચેય આરોપીઓએ છરીના ઘા મારી ફરીયાદીને માથામાં તથા વાંસાના ભાગે તથા ડાબા ખંભાના ભાગે છરીના ઘા મારી ફરીયાદીને ગંભીર અને જીવલેણ ઈજા કરી ફરીયાદીન મોત નીપજાવવાની કોશીષ કરવા બાબતનો ગનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ કાદરભાઈ હબીબભાઈ જેડા, સભાન હબીબભાઈ જેડા, વલીમામદ કાદરભાઈ જેડા, જાકીરભાઈ હબીબભાઈ, રફીક હાજીભાઈ મોવરનાઓની ધરપકડ કરી આરોપીઓ વીરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૭ વીગેરે તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપ અગેચાણીયા રોકાયેલ હતા.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડો. મોરસીયા તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હકમ કરેલ છે.આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, એડવોકેટ, જીતેન ડી.અગેચાણીયા, જે. ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News