મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારા પડધરી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા વિજયના વિશ્વાસ સાથે ફોર્મ ભર્યું


SHARE











ટંકારા પડધરી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા વિજયના વિશ્વાસ સાથે ફોર્મ ભર્યું

મોરબી જિલ્લાની ટંકારા પડધરી બેઠક ઉપર હાલમાં કોંગ્રેસનો કબજો છે ત્યારે આ બેઠકને કોંગ્રેસ પાસેથી કબજે કરવા માટે થઈને ભાજપ દ્વારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાને આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે ત્યારે આજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપના સિનિયર આગેવાન અને સાંસદ મોહનભાઈ કુંડારીયા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સહકારી આગેવાન મગનભાઈ વડાવીયા સહિતના આગેવાનોની હાજરીમાં તેઓ ફોર્મ ભરવા માટે રવાના થયા હતા અને મોરબી નજીકના સનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે માતાજીના દર્શન કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારના કામ કરવા માટે માતાજી શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ દુર્લભજીભાઈ દેથરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેનો લાભ લઈને લોકોને આરોગ્ય લક્ષી અને અન્ય સુવિધાઓ મળી રહી છે ત્યારે વિકાસની આ વણ થંભી યાત્રામાં મતદારો પણ જોડાશે અને આ ચૂંટણીમાં જંગી લીડ સાથે તેઓનો વિજય થશે તેવો વિશ્વાસ દુર્લજીભભાઈએ વ્યક્ત કર્યો હતો તો તેમની સાથે રહેલા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમની લોકસભા બેઠકના મત વિસ્તારમાં આવતા તમામે તમામ વિધાનસભા બેઠકો ઉપર ભાજપનુ કમળ ખીલી ઉઠશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.






Latest News