મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શેરીમાં રમવા માટે છોકરાવને કેમ ના પાડો છો તેમ કહેતા લાકડી વડે હુમલો : સામસામી ફરીયાદ નોંધાઇ


SHARE











વાંકાનેરમાં શેરીમાં રમવા માટે છોકરાવને કેમ ના પાડો છો તેમ કહેતા લાકડી વડે હુમલો : સામસામી ફરીયાદ નોંધાઇ

વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે શેરીમાં રમી રહેલા છોકરાઓ બાબતે પાડોશીમાં ઝઘડો થયો હતો.શેરીમાં રમતા છોકરાઓને શેરીમાં રમવાની કેમ ના પાડો છો..? તેમ કહેવામાં આવતા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં વળતી મારામારી પણ થઈ હતી જેથી પોલીસ મથકે સામસામી ફરિયાદો નોંધાવાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કરી છે.

સામસામી મારામારીના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નવઘણભાઈ તેજાભાઈ ટોટા અને રૈયાભાઈ ભીમાભાઈ ટોટાનો પરિવાર બાજુ બાજુમાં રહે છે અને શેરીમાં રમી રહેલા છોકરાઓ વચ્ચે ઝઘડો થયા બાદ છોકરાઓને શેરીમાં રમવાની ના પાડવામાં આવી હતી જેથી છોકરાઓને શેરીમાં રમવાની કેમ ના પાડો છો..? તેમ કહેવામાં આવતા મારામારીનો બનાવ સર્જાયો હતો. બાદમાં રીક્ષા ડ્રાઇવીંગનું કામકાજ કરતા નવઘણભાઈ તેજાભાઈ ટોટા (ઉ.વ.૩૫) રહે. લુણસરીયા તા.વાંકાનેરએ સામાવાળા રૈયાભાઈ ભીમાભાઈ ટોટા, મુનાભાઈ રૈયાભાઈ ટોટા, નારૂભાઈ રૈયાભાઈ ટોટા ત્રણેય રહે. લુણસરીયા તા.વાંકાનેર સામે ફરિયાદ નોંધાવી જણાવેલ છેકે તા.૮ ના રોજ સાંજે પાંચેક વાગ્યે તેમનો દિકરો ધારા (ઉ.વ.૧૦) સામાવાળાની શેરીમા રમવા ગયેલ ત્યારે આરોપીએ તેમના દિકરાને શેરીમા રમવા આવવાની ના પાડી હતી જેથી નવઘણભાઇએ સામા વાળાને કહ્યું કે છોકરાને શેરીમાં રમવાની કેમ ના પાડો છો તેથી સારું નહીં લાગતા સામેવાળા ત્રણેયે એકસંપ કરીને તેઓને લાકડી વડે માથાના ભાગે અને શરીરે ઇજા પહોંચાડી હતી તેમજ તેમના પત્ની ધકુબેનને પીઠના ભાગે મુંઢ ઇજા કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જ્યારે સામા પક્ષેથી રૈયાભાઈ ભીમાભાઇ ટોટા જાતે ભરવાડ (૬૫) રહે. લુણસરિયા તા.વાંકાનેર વાળાએ નવઘણ તેજા ટોટા અને ધકુબેન નવઘણભાઈ ટોટા રહે. બંને લુંસરિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, સામેવાળા નવઘણભાઈનો દીકરો ધારા તેમની શેરીમાં રમવા આવેલ ત્યારે તેઓએ છોકરાને શેરીમાં રમવા આવું નહીં તેમ કહ્યું હતું તે બાબતનો ખાર રાખીને નવઘણભાઈએ લાકડી વડે ખભાના ભાગે ઇજા પહોંચાડી હતી તેમજ ધકુબેને લોખંડના પાઇપ વડે ખંભાના હાંસળીના ભાગે માર મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.હાલ વાંકાનેર સીટી પોલીસ દ્વારા ગુનો નોંધાયો હોય બીટ જમાદાર પી.ડી.ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News