મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

ભાજપના ત્રણે ઉમેદવાર જાહેર: મોરબી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા દુર્લભજી દેથરીયા, વાંકાનેર જીતુભાઈ સોમાણી


SHARE







ભાજપના ત્રણે ઉમેદવાર જાહેર: મોરબી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા દુર્લભજી દેથરીયા, વાંકાનેર જીતુભાઈ સોમાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થઈને ભાજપ દ્વારા તેના ઉમેદવારોના નામ જાહેર કરવા માટે થઈને છેલ્લા ઘણા દિવસોથી કવાયત કરવામાં આવી રહી હતી અને જેના ભાગરૂપે આજે મોટાભાગના ઉમેદવારોને પ્રદેશ ભાજપ તરફથી ફોનથી સૂચના આપવામાં આવી છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે થઈને પણ ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે કાંતિભાઈ અમૃતિયા, ટંકારા પડધરી બેઠક માટે દુર્લભજીભાઈ દેથરીયા અને વાંકાનેર કુવાડવા બેઠક માટે જીતુભાઈ સોમાણીને પ્રદેશ ભાજપમાંથી ફોન આવી ગયા હોવાની માહિતી સામે આવી રહી છે

ગુજરાતમાં સૌથી વધુ મોરબી માળિયા વિધાનસભા બેઠકને લઈને ચર્ચાઓ થઈ હતી કે કોને ટિકિટ મળશે તેવામાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે કુલ મળીને 15 જેટલા આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી હતી જેમાં વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ પણ મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી ટિકિટની માંગણી કરી હતી તેવી જ રીતે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ આ બેઠક ઉપરથી ટિકિટની માંગણી કરી હતી દરમિયાન કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે થઈને કાંતિભાઈ અમૃતિયાના નામ ઉપર મહોર લગાવવામાં આવી છે તેવી જ રીતે વાંકાનેર કુવાડવા બેઠક માટે કુલ મળીને 35 જેટલા આગેવાનોએ ભાજપ પાસે ટિકિટની માંગણી કરી હતી જેમાંથી જીતુભાઈ સોમાણીના નામ ઉપર મહોર મારવામાં આવી છે અને જો વાત કરીએ ટંકારા પડધરી બેઠકની તો ટંકારા પડધરી બેઠક માટે ભાજપમાંથી કુલ મળીને 20 આગેવાનો દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાના નામ ઉપર કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા મહોર મારવામાં આવી છે જેથી કરીને આ ત્રણેય ઉમેદવારો ભાજપમાંથી ફાઇનલ થઇ ગયેલ છે






Latest News