મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી


SHARE







મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી

મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા ગઈકાલે તીજના પાવન પર્વ નિમિત્તે ભવ્ય અને રંગારંગ તીજોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ડાન્સ પરફોર્મન્સ, હાઉસી, વિવિધ મજેદાર ગેમ્સ, સરપ્રાઈઝિસ અને આકર્ષક ઇનામોથી કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. સૌ માટે ડિનરની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમનું ખાસ આકર્ષણ ફ્રેશ ફ્લાવર ઓર્નામેન્ટ સ્પર્ધા રહી હતી, જેમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સુંદર ફૂલોના આભૂષણો રજૂ કર્યા હતા. સ્પર્ધામાં “તીજ ક્વીન”નો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમની તમામ બહેનોએ ખૂબ પ્રશંસા કરી અને આગામી વર્ષે પણ આવા જ સુંદર તીજોત્સવમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી.મુસ્કાન વેલ્ફેર સોસાયટી તરફથી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બનેલા તમામ સભ્યો, સહયોગીઓ અને ઉપસ્થિત બહેનોનો આભાર માન્યો હતો.સમાજસેવાના કાર્યમાં આપનું નાનું પણ અમૂલ્ય યોગદાન કોઈના જીવનમાં મોટી ખુશી લાવી શકે છે.આર્થિક સહયોગ માટે મો.90169 76954 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News