મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજે ઝૂલતા પુલના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
ઝૂલતા પુલની દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે મોરારી બાપુ આપશે મોરબીના આંગણે રામકથા
SHARE
ઝૂલતા પુલની દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે મોરારી બાપુ આપશે મોરબીના આંગણે રામકથા
મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ ખાતે આજે જુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે થઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ સંતો હાજર રહ્યા હતા અને ખાસ કરીને રામકથાકાર મોરારીબાપુ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષર્થે મોરબીના આંગણે આ દુર્ઘટનાની પ્રથમ વરસીની આસપાસના સમયગાળામાં રામકથા આપવા માટેની જાહેરાત મોરારી બાપુ દ્વારા કરવામાં આવી છે અને આ દુર્ઘટનાના કારણે જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેમને ઈશ્વર આ દુઃખની ઘડી સહન કરવા માટેની શક્તિ આપે તેવી સર્વે સાધુ સમાજના સંતો દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી
૩૦ ઓક્ટોબરની સાંજે મોરબીમાં જુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ગોજારો અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં નાના નાના બાળકો સહિત કુલ મળીને ૧૩૫ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આ દિવંગત આત્માઓની શાંતિ અર્થે જુદી જુદી જગ્યા ઉપર અલગ અલગ જ્ઞાતિ સમાજ અને સંગઠન દ્વારા કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે અને દિવાંગતોની આત્માને શાંતિ અર્પે તેના માટે થઈને પ્રભુને પ્રાર્થના કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી નજીકના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર ધામ ખાતે સંતો મહંતો, મહામંડલેશ્વરો સહિતનાઓની હાજરીમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શ્રદ્ધાંજલિ સભામાં ખાસ કરીને રામકથાકાર મોરારીબાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા
મોરબીના નાનીવાવડી ગામે યોજાયેલ શ્રદ્ધાંજલિ સભામાં સાધુ સંતો દ્વારા જુલતાપુલની દુર્ઘટનાને શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી અકલ્પનીય ઘટના ગણાવી હતી અને ખાસ કરીને કહ્યું હતું દેશ અને વિદેશની અંદર જે દુર્ઘટનાની નોંધ લેવાઈ હોય અને ખાસ કરીને સાધુ સમાજ પણ જો દુઃખી હોય તો આ ઘટના કેટલી ગંભીર ગણી શકાય તે સમજી શકાય તેમ છે અંતમાં રામકથાકાર મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ સભામાં આવેલા લોકોને સંબોધન કરતા આ દુઃખની ઘડીમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેને ઈશ્વર દુઃખની ઘડીને સહન કરવાની શક્તિ આપે તેની પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ તેઓએ ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષર્થે મોરબીના આંગણે રામકથા આપવાનું જાહેર કર્યું હતું અને આ દુર્ઘટનાની પ્રથમ વરસીની આસપાસના સમયગાળામાં આ કથાનું આયોજન થશે તેવું પણ તેમણે જણાવ્યું હતું
આ શ્રદ્ધાંજલિ સભામાં રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, મોરબી સિરામિક એસોસિએશનના માજી પ્રમુખ વેલજીભાઈ ઉઘરેજા અને નિલેશભાઈ જેતપરિયા, નરેન્દ્રભાઈ સંઘાત, મનસુખભાઈ કોરડીયા, પરેશભાઈ પટેલ, અનિલભાઈ મહેતા મેઘરાજસિંહ ઝાલા, ભાવેશભાઈ કંઝારીયા, વિજયભાઈ લોખિલ, મહેશભાઈ સિંધવ રાજકુવારી મીરાબાપા, મહંત ભાવેશ્વરી માતાજી સહિતના અનેક નામની અનામી લોકો ઝૂલતાપુલની દુર્ઘટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આ શ્રદ્ધાંજલિ સભામાં હાજર રહ્યા હતા