સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિધાનસભા ચૂંટણીને લઈને પોલીસે ઊભી કરી ૧૮ ચેક પોસ્ટ


SHARE





મોરબી જીલ્લામાં વિધાનસભા ચૂંટણીને લઈને પોલીસે ઊભી કરી ૧૮ ચેક પોસ્ટ

મોરબી  સહિત ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે શાંતિ પૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઇ તેના માટે પોલીસ સહિતન વિભાગો કામ કરી રહ્યા છે અને મોરબી જિલ્લાની જો વાત કરીએ તો મોરબી જીલ્લામાં પોલીસે કુલ મળીને ૧૮ ચેક પોસ્ટ બનાવી છે તેની સાથોસાથ હથિયાર અને દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પણ ધોસ બોલાવવામાં આવી રહી છે

મોરબી જીલ્લામાં ચૂંટણી આચાર સંહિતા અમલવારી શરૂ કરવામાં આવી છે ત્યારે અત્યાર સુધીમાં પોલીસે શું કામ કર્યું છે અને કેવી રીતે પોલીસ કામ કરી રહી છે તેની માહિતી આપવા માટે ડીવાયએસપી પી.એસ.ગૌસ્વામીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં ૬૩૪ અત્યાર સુધીમાં પરવાનેદારો દ્વારા જમા કરી દેવામાં આવેલ છે અને ગેરકાયદેસર હથિયાર રાખનારા શખ્સોને પકડવા માટેની કાર્યવાહી પોલીસ કરી રહી છે તેની સાથોસાથ જિલ્લાની ત્રણેય બેઠકોમાં કુલ ૧૨૩૪ ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો છે તેની સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે આટલું જ નહીં આઠ આરોપીને પાસા કરવામાં આવેલ છે અને આઠ આરોપીઓને તડીપાર કરવામાં આવેલ છે તેમજ જિલ્લામાં દારૂ અને રોકડની હેરફેરીને રોકવા માટે પોલીસે ૧૮ ચેક પોસ્ટ શરૂ કરી છે 




Latest News