મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન


SHARE











વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન

કહેવાય છે કે 'સેકન્ડોની કિંમત જિંદગી સમાન હોય છે', અને આ વાક્યને વાંકાનેર IFT 108 ની ટીમે સાર્થક કરી બતાવ્યું છે. એક ગંભીર મેડિકલ કટોકટીમાં 108 ની ટીમે 'ગોલ્ડન અવર'નો સચોટ ઉપયોગ કરી, મરણમુખમાં રહેલા એક માસૂમ શિશુને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી નવું જીવન આપ્યું છે.

વાંકાનેર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડૉ. અલ્તાફ દ્વારા એક 'ક્રિટિકલ કોડ' જાહેર કરવામાં આવ્યો હતો. દયાબેન ગિરીષભાઈના શિશુનો જન્મ માત્ર 10 મિનિટ પહેલા જ થયો હતો, પરંતુ તેની સ્થિતિ અત્યંત નાજુક હતી. બાળકને જન્મજાત શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ શુગર જેવી જોખમી સ્થિતિ હતી. બાળકની જિંદગી બચાવવા માટે તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવું અનિવાર્ય હતું. અને હોસ્પિટલથી મોરબી સુધીનો રસ્તોએ માત્ર મુસાફરી નહીં, પણ જીવન-મરણ વચ્ચેનો જંગ હતો. IFT વાંકાનેર 108 ના EMT પ્રવીણભાઈ મેરે જરા પણ વિચલિત થયા વગર ERCP ડૉ. જે.ડી. પટેલ સાથે સંપર્ક કરી ઓનલાઈન માર્ગદર્શન મેળવ્યું હતું અને પ્રોટોકોલ મુજબ ઓક્સિજન સપોર્ટ શરૂ કર્યો હતો અને  ઓરલ દ્વારા જરૂરી D25 ટકા 5 એમએલ સારવાર આપી બાળકના વાઈટલ્સ મેઈન્ટેન કર્યા હતા. બીજી તરફ, એમ્બ્યુલન્સના પાયલોટ લાલજીભાઈએ પોતાની ડ્રાઈવિંગ કુશળતાનું પ્રદર્શન કરી, ટ્રાફિક વચ્ચેથી સમય મર્યાદામાં એમ્બ્યુલન્સને સુરક્ષિત રીતે મોરબી સિવિલ પહોંચાડી હતી મોરબી સિવિલના ડૉ. નીતિન સાહેબે 108ની ટીમની 'પ્રી-હોસ્પિટલ કેર'ની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જો ટીમે સમયસૂચકતા ન વાપરી હોત તો શિશુનો જીવ બચાવવો મુશ્કેલ હતો. ભાવુક બનેલા પરિવારજનોએ 108 ના જવાનોને 'સુપરહીરો' ગણાવી તેમનો આભાર માન્યો હતો.






Latest News