મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
SHARE
મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો અને સભ્યોની બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
દર વર્ષે મોરબીમાં મુખ્ય રેલી રેલ્વે સ્ટેશન રોડ સમાજવાડીથી શરૂ થતી હતી, પરંતુ હાલ રોડના કામને કારણે આ વખતે રેલીનો રૂટ બદલવામાં આવ્યો છે. અને તા. 14/04/2026ના રોજ સવારે 9:00 વાગ્યે વીસી ફાટક, વી.સી. હાઈસ્કૂલથી રેલીનું પ્રસ્થાન કરશે. ત્યારબાદ ગેસ્ટ હાઉસ રોડ, ત્રિકોણબાગ, નગર દરવાજા ચોક માર્ગે પસાર થઈને ડો. બાબા સાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુ ખાતે સમાપ્ત થશે. અને શોભાયાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે યોજાઇ તેમજ પર્યાવરણનું સંરક્ષણ થાય તે માટે સમાજ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં રેલી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, કોઈપણ પ્રકારના કલર ઉડાડવા નહીં, આ ઉપરાંત, રેલી દરમિયાન બાઇક (બુલેટ)ના સાઈલેન્સરથી મોટા અવાજો ન કરવા તેમજ કોઈપણ પ્રકારના હથિયારો લાવવાની મનાઈ કરવામાં આવી છે. આ ભવ્ય શોભાયાત્રામાં અનુસૂચિત જાતિ/ જનજાતિ સમાજ સાથે સાથે અન્ય સમાજના લોકો, વેપારી મંડળને પણ બહોળી સંખ્યામાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.