મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી


SHARE







હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી

હળવદ તાલુકાના માથક ગામે રહેતા યુવાને અગાઉ ફરિયાદ કરી હતી જે બાબતનો ખાર રાખીને બે શખ્સો દ્વારા તેને ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી આપવામાં આવેલી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના માથક ગામે રહેતા કાળુભાઈ ખોડાભાઈ ડાંગર (42)એ હાલમાં મિતરાજસિંહ હરપાલસિંહ ઝાલા અને હરપાલસિંહ જયવંતસિંહ ઝાલા રહે. બંને માથાક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદી તેના ઘરે હતા ત્યારે આરોપીઓની સામે અગાઉ ફરિયાદ કરી હતી તે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓએ ફરિયાદીને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે થઈને ફોન ઉપર ગાળો આપી હતી અને ઠામ પતાવી દેવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News