મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા


SHARE







વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા

વાંકાનેરમાં રહેતા વૃદ્ધ ડબલ સવારી બાઇક લઈને વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ પર આવેલ નર્સરી ચોકડી પાસેથી રડુસર ગામે માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન કાર ચાલકે પાછળથી તેઓના બાઈકની હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને માથામાં તથા બંને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી કરીને તેઓનું મોત નીપજયું હતું જ્યારે બાઈક ઉપર તેઓની સાથે બેઠેલા મહિલાને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરમાં મામલતદાર કચેરી પાછળના ભાગમાં આવેલ પંચશીલ સોસાયટીમાં રહેતા પરબતભાઈ જેહાભાઇ લામકા (40)એ કાર નંબર જીજે 3 એમઆર 4827 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પિતા જેહાભાઇ નાજાભાઇ લામકા (70) તથા સાહેરખુબેન બંને બાઈક ઉપર વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક નંબર જીજે 3 બીજે 8325 ને કાર ચાલકે પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે અને બંને પગમાં ફેકચર જેવી ગંભીર જાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે રખુબેનને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક જેહાભાઇ લામકા વરડુસર ગામે માતાજીના દર્શને જતા હતા અને ત્યારે કાર ચાલકે તેઓના બાઈકને પાછળથી હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા થવાથી તેઓનું મોત નીપજયું છે




Latest News