મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શાળાનાં આમંત્રણને માન આપીને ખાનપર ગામનાં સરપંચ લીંબડ દિલીપભાઈ, ઉપસરપંચ ભીમાણી રમેશભાઈ, SMC અધ્યક્ષ અમૃતિયા નરેન્દ્રભાઈ, શિક્ષણ પ્રેમી રૈયાણી શૈલેષભાઈ તથા જાગૃત વાલીઓ હાજર રહ્યાં હતાં. ત્યારે ધો. 5 થી ધો. 7 નાં વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીત  અને નાટક વિગેરે રજૂ કરવામાં આવેલ અને ધો. 8 નાં વિદ્યાર્થિઓ દ્વારા પોતાનાં જૂના સંસ્મરણો અને પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. આ તકે ગામનાં સંરપંચ રૈયાણી શૈલેષભાઈ તથાં શાળાનાં આચાર્યએ વિદાન પામનાર વિદ્યાર્થીઓને આશીર્વચનો પાઠવી ભાવી ભણતર વિશે માહિતી આપી હતી. ત્યાર બાદ ધો. 8 નાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાને પણ ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન શાળાનાં સિનીયર શિક્ષક ચિકાણી રમણીકલાલ ડી. દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ માટે શાળાનાં આચાર્ય સાવરિયા ઈશ્વરલાલ કલાભાઈ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News