મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
SHARE
મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
મોરબીના ઘુંટુ ગામે સ્વ.ઓધવજીભાઈ જીવાભાઈ પરેચા અને સ્વ.છબીબેન ઓધવજીભાઈ પરેચાના પુણ્યાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રી વિષ્ણુબાપુ દાણીધારીયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રોતાઓને રસપાન તા.2 થી 8 સુધી શ્રી સી.એન. પટેલ વિધાલય, પરેચા પરિવાર મંદિરની સામે ઘુંટુ ગામે કરાવવામાં આવશે.
આ શ્રીમદ ભાગવત સપ્તાહનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 નો રહેશે તેમજ ભાગવત સપ્તાહની સાથે કથામાં આવતા તમામ પ્રસંગોની પણ ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.આ ઉપરાંત રાત્રિ કાર્યક્રમમાં ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. 2 ના રોજ જયદેવ ગોસાઈ તથા હર્ષદ પટેલ, તા. 4 ના રોજ મયુર દવે તથા હર્ષદ પટેલ અને તા. 7 ના રોજ જયદીપ સોની તથા દિપકબાપુ હરિયાણી ઉપસ્થિત રહેશે. દરરોજ બપોરે કથા વિરામ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો તમામ ધર્મપ્રેમી જનતાને શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરવા તેમજ મહાપ્રસાદનો લાભ લેવા પીતાંબરભાઈ ઓધવજીભાઈ પરેચા તથા વિનોદભાઈ પીતાંબરભાઈ પરેચા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.