મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી


SHARE







હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી

હળવદના ધુળકોટ ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું છે અને ત્યાં મંદિરની અંદર રાખવામાં આવેલા સોના અને ચાંદીના 80 જેટલા છતર તેમજ ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડી આમ કુલ મળીને 75 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની મંદિરમાંથી ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ધુળકોટ ગામે રહેતા અર્જુનસિંહ હરભમજી જાડેજા (49)એ અજાણ્યા શખ્સની સામે મંદિરમાં ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદ તાલુકાના ધુળકોટ ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરને અજાણ્યા શખ્સ દ્વારા ગત તા. 17-3 ના રાત્રીના 10:00 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 6:15 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન નિશાન બનાવવામાં આવ્યું હતું અને ત્યાં મંદિરમાં રાખવામાં આવેલા ચાંદીના નાના-મોટા કુલ મળીને 70 છતર, એક ચાંદીનો મુગટ જેની કુલ કિંમત 45000 રૂપિયા તથા સોનાના નાના-મોટા જુના 10 નંગ છતર અને બે સોનાની ટીલડી જેની કુલ કિંમત 30,000 રૂપિયા આમ કુલ મળીને 75,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ પકડાયો, આરોપીની શોધખોળ

મોરબીના સનાળા ગામે આવેલ રામજી મંદિર વાળી શેરીમાં એકટીવા નંબર જીજે 36 એક્યુ 5932 ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની બે બોટલ મળી આવતા 600 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 50,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે એકટીવાનો ચાલે ત્યાં સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 




Latest News