મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી
હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ
SHARE
હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ
હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં જૂના ઝઘડાનો ખાર રાખીને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન રાજકોટ ખાતે એક આધેડનું મોત નીપજ્યું હતું જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો જે ગુનામાં પોલીસે બે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે. જયારે સામા પક્ષેથી કરાયેલ ફરિયાદમાં ત્રણ પૈકીનાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા રતનબેનના પરમારના પરિવારને નટુભાઈના ભત્રીજા વિશાલ સાથે અગાઉ ઝઘડો થયેલો હતો ત્યાર પછી નટુભાઇના દીકરા આશિષભાઈને 112 માં નોકરીમાંથી કાઢી નાખેલ હતો અને તે બાબતનું મનદુઃખ રાખીને રતનબેનના ઘરમાં આવીને નટુભાઈએ કુહાડી વડે તેના પતિ કાળુભાઈ પરમારને માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી જ્યારે આશિષભાઈએ લાકડાના ધોકા વડે માથામાં મારમારીને ઇજા કરી હતી અને ત્યારબાદ ફરિયાદીના પતિને ઢસડીને ઘરની બહાર લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદીના પતિને લોખંડના પાઇપ પડે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવમાં ઈજા પામેલા કાળુભાઈ મોહનભાઈ પરમાર (55)નું ગંભીર ઇજા થવાના કારણે સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નિપજ્યું હતું જેથી હત્યામાં બનાવ પલટયો હતો
આ બનાવ સંદર્ભે મૃતક આધેડના પત્ની રતનબેન કાળુભાઈ પરમાર (50)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નટુભાઈ નાનજીભાઈ પરમાર, આશિષભાઈ નટુભાઈ પરમાર, રવિભાઈ નટુભાઈ પરમાર, દીપકભાઈ નટુભાઈ પરમાર, હંસાબેન નટુભાઈ પરમાર અને લતાબેન શૈલેષભાઈ પરમાર રહે. બધા બસ સ્ટેશન પાછળ હળવદ વાળા સામે ફરિયાદ કરી હતી જેના આધારે હળવદ પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ કરી હતી અને હાલમાં હત્યાના આ ગુનામાં હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટીમે આરોપી આશિષભાઈ નટુભાઈ પરમાર અને રવિભાઈ નટુભાઈ પરમારની ધરપકડ કરેલ છે. અને બાકીના ચાર આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
હલવાદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં અગાઉ થયેલ માથાકૂટ અને ઝઘડાનો ખાર રાખીને થયેલ મારા મારીના એક આધેડની હત્યા કરવામાં આવેલ છે તે ગુનામાં 6 પૈકીનાં બે આરોપીને પકડવામાં આવેલ છે. જોકે, સામા પક્ષના લોકોને પણ છૂટા પથ્થર મારીને ઇજા કરવામાં આવી હતી અને એક બાઇક નંબર જીજે 1 પીજે 8488 ને સળગાવી નાખીને નુકશાની કરવામાં આવી હતી જેથી કરીને સામાપક્ષેથી નટવરભાઈ પરમારએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે આરોપી જયેશભાઈ કાળુભાઈ પરમારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.