સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં પાણી, જનરેટર અને કિટના અભાવે ડાયાલિસિસ સેન્ટર શોભાના ગાંઠિયા


SHARE





ટંકારામાં પાણી, જનરેટર અને કિટના અભાવે ડાયાલિસિસ સેન્ટર શોભાના ગાંઠિયા

ટંકારાના દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા ઊભી કરવામાં આવી  છે જો કે, સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યા પાણી અને લાઈટ જનરેટર અને કિટના અભાવે આ સુવિધાનું બાળ મરણ થયું તેવો ધાટ સર્જાયો છે.

ટંકારામાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેથી દર્દીઓને મોરબી અને રાજકોટના ધક્કા બંધ થઈ જશે તેવી દર્દીઓને આશા હતી જો કે, આ ડાયાલીસીસ સેન્ટરનુ બાળમરણ થયુ હોય એવી પરિસ્થિતિ સામે આવી છે. કેમ કે, અહિયાં પાણી, લાઈટ અને કીટ જ ન હોવાથી ડાયાલીસીસ સેન્ટર બંધ જેવી સ્થિતિ છે અને કિડનીના દર્દીઓને હેરાન થવું પડે છે ત્યારે આ ડાયાલીસીસ સેન્ટરના ઈન્ચાર્જ ડિમ્પલબેન પટેલે જણાવ્યુ હતું કે, પાણીનો ટાંકો ભરાઈએ માટે અવ્યવસ્થા અને લાઈટ જતી રહે તો જનરેટર ન હોય ત્રણ દર્દી છે એમને અન્ય જગ્યાએ સારવાર ચાલુ કરી દીધી છે. તો જીલ્લા કક્ષાએ ડાયાલિસિસ ટેક્નિશિયન હિરેન ગોસાઈએ જણાવ્યુ હતું કે, રાજ્ય આખામાં સેન્ટરો શરૂ કરી દેતા કિટ આપતી કંપની પાસેથી જરૂરી જથ્થો મળી રહ્યો નથી જેથી થોડા દિવસોમાં પરિસ્થિતી થાળે પડી જશે અને ટંકારા સિવિલના ઈન્ચાર્જ અધિક્ષક ડો. પરમારે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ઉપરી અધિકારીએ જગ્યા આપવા કહ્યું હતું જે આદેશનું પાલન કર્યું છે ત્યાર આવી બેજવાદરી કોઇની માટે જીવલેણ સાબિત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે 




Latest News