તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત 


SHARE











મોરબીના સોખડા ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત 

મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા વૃદ્ધા થોડા દિવસો પહેલા ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મધુબેન બાબુભાઈ સુરેલા નામના ૬૦ વર્ષીય વૃધ્ધા ગત તા.૬ ના સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને તેઓ છેલ્લા ચારેક દિવસથી સારવાર હેઠળ હતા. દરમિયાનમાં આજે તા.૧૧-૧૦ ના રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મધુબેન સુરેલા નામના વૃદ્ધાનું મોત નીપજયુ હતું અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.વધુમાં મળતી માહિતી મુજબ જે તે સમયે માનસિક બીમારીથી કંટાળી જઈને મૃતક મધુબેને ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન આજે તેઓનું મોત નીપજેલ છે.જ્યારે ટંકારાના રહેવાસી મહેન્દ્રભાઈ ભવાનીભાઈ દુબરીયા નામના ૪૨ વર્ષીય યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે ટંકારાથી અમરાપર જતા રસ્તે રાત્રિના અઢી વાગ્યાના અરસામાં મોટરસાયકલ અને કાર અથડામણનો વાહન અકસ્માત બનાવ બન્યો હતો જેમાં મહેન્દ્રભાઈને ઇજાઓ પહોંચી હોય તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

રીક્ષા સાથે ગાય અથડાતા અકસ્માત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ જૂની કુબેર ટોકીઝ પાસેથી રીક્ષા લઈને જઈ રહેલા દિપક મગનભાઈ દેલવાણીયા નામના ૪૫ વર્ષના યુવાનની રિક્ષા સાથે ગત તા.૯ ના રોજ સાંજના ચારેક વાગ્યે ગાય અથડાઈ હતી જેથી કરીને રીક્ષા પલ્ટી મારી ગઈ હતી.જે બનાવમાં દીપકભાઈ નામના યુવાનને ઇજાઓ થવાથી સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા વિજયભાઈ બળવંતભાઈ રાજ્યગુરુ નામનો ૪૩ વર્ષનો યુવાન મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપરથી જતો હતો ત્યારે અજાણી રીક્ષાના ચાલાકે તેને હડફેટ લેતા સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના શનાળા રોડ સીએનજી પેટ્રોલ પંપ નજીક થયેલ વાહન અકસ્માતના બનાવવામાં આસરે એક ત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.પોલીસે આગળની તજવીજ શરૂ કરેલ છે.






Latest News