મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરામાં પાડોશીઓ વચ્ચે મારામારી: મહિલા સહિત સાતને ઇજા


SHARE





મોરબીના રોહીદાસપરામાં પાડોશીઓ વચ્ચે મારામારી: મહિલા સહિત સાતને ઇજા

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં એક મહિલા સહિત સાત વ્યક્તિઓને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા દેવજીભાઈ અમરાભાઇ સોલંકી (૬૨), કેશવજીભાઈ અમરાભાઇ સોલંકી (૬૦), પુષ્પાબેન કેશવજીભાઈ સોલંકી (૫૬), હમીરભાઈ અમરાભાઇ સોલંકી (૪૮), ગોપાલભાઈ ડોસાભાઇ ચાવડા (૨૭), રાજેશભાઈ કેશવજીભાઈ સોલંકી (૩૨), મુકેશભાઈ કિરીટભાઈ સોલંકી (૨૮) રહે. બધા રોહીદાસપરા વાળાને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પાડોશીઓ સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો અને મારામારીમાં મહિલા સહિત સાત વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસવામાં આવ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ સંકલ્પ સંકુલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં નાણાઈ વાવડી ગામે રહેતા પ્રકાશભાઈ ભાણજીભાઈ વાઘેલા (૨૫) નામના યુવાને ઇજાઓ થયેલ હતી જેથી તે યુવાનને સારવારમાં ખસેડાયો હતો આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં રહેતા ભરતભાઈ જીવરાજભાઈ દેત્રોજા બાઈક લઈને મહેન્દ્રનગર નજીક આવે સીએનજીના પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે ઢોર રસ્તા પર આડુ આવતા ઢોર સાથે તેનું બાઇક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં ઇજા પામેલા ભરતભાઈ દેત્રોજાને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી




Latest News