મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે મચ્છુનગરમાં રહેતા યુવાનના ભાઈ, માતા અને નાનીને મહિલાઓ સહિત સાતેક લોકોએ મારમાર્યો


SHARE











મોરબીના રફાળેશ્વર પાસે મચ્છુનગરમાં રહેતા યુવાનના ભાઈ, માતા અને નાનીને મહિલાઓ સહિત સાતેક લોકોએ મારમાર્યો

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગરમાં રહેતા યુવાનના ભાઈ, માતા અને નાનીને ત્યાં રહેતા છ થી સાત વ્યક્તિ દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા હાલમાં મારામારીના આ બનાવ સંદર્ભે રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગરમાં રહેતા યુવાનની માતા મીનાબેન ગિરધરભાઈ વાઘેલા (૪૦), ભાઈ મનોજભાઈ ગિરધરભાઈ વાઘેલા (૧૮) અને નાની લીલાબેન મંગાભાઈ ઝાલા (૬૦) ને તે જ વિસ્તારમાં રહેતી બે મહિલા અને ચારથી પાંચ જેટલા પુરુષો આમ કુલ મળીને સાતે વ્યક્તિઓ દ્વારા લાકડી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ બંને મહિલા સહિત ત્રણેય વ્યક્તિઓને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે હાલમાં મારામારીના બનાવ સંદર્ભે ઈજા પામેલ મીનાબેન વાઘેલાના દિકરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ કરેલ અરજીનો ખાર રાખીને ત્યાં રહેતા ભરવાડ પરિવારના મહિલા અને પુરુષો દ્વારા તેમની માતા નાની અને ભાઈને માર મારવામાં આવ્યો છે હાલમાં તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ફરિયાદ લેવા માટે થઈને તજવીજ હાથ ધરી છે

એક બોટલ દારૂ

વાંકાનેરના સીટી સ્ટેશન રોડ ઉપર આવેલ અમરસિંહજી હાઈસ્કુલ પાસે રોડ ઉપરથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી ઈરફાનભાઈ નુરમામદભાઈ મકવાણા જાતે ઘાંચી (૩૬) રહે. લક્ષ્મીપરાશેરી નં-૨ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આ દારૂની બોટલ તે ઈરફાનભાઈ ઉર્ફે રોટલી ઈબ્રાહીમભાઈ તરીયા રહે. સિપાઈશેરી વાંકાનેર વાળા પાસેથી લઈને આવ્યો હોવાનુ સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ફિનાઈલ પી લેતા સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેતી નીતુબેન સગ્રામભાઇ ભરવાડ નામની ૨૩ વર્ષીય યુવતી કોઈ કારણોસર ફીનાઇલ પી ગઈ હતી જેથી તેણીને સારવારમાં ખસેડાયેલ હોય હાલ તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના વાવડી રોડ બાવળીયા પીરની દરગાહ પાસે રહેતા અલ્તાફભાઈ કાદરભાઈ નામના ૪૮ વર્ષીય યુવાન મોરબી તાલુકાના બરવાળા અને ખાખરાળાના વચ્ચેના રસ્તેથી બાઈક લઈને જતા હતા ત્યારે મોડીરાત્રીના તેઓનું બાઈક સ્લીપ થતા માથાના ભાગમાં ઇજાઓ થતા તેઓને સારવાર માટે મોરબી લવાયા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નાની વાવડી ગામે કબીરવાટિકા સોસાયટીમાં રહેતા જલ્પાબેન અનિલભાઈ જાદવ નામની ૨૬ વર્ષીય મહિલાને સમજુબા સ્કૂલ નજીક અજાણ્યા વાહન દ્વારા ઠોકર લાગતા ઈજાઓ થવાથી સારવારમાં નક્ષત્ર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર રામદેવપીર મંદિર પાસે રહેતા દીપક મકનભાઈ દેલવાડીયા નામના ૪૦ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતાં સીવિલે સારવાર માટે લઈ જવાયો હતો.






Latest News