મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-મહિલા ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા


SHARE





મોરબીમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-મહિલા ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપ સીતારામની મઢૂલી સામે આવેલ ક્રુષ્ણનગરમાં રહેતા યુવાને તેમજ મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં રહેતી મહિલાએ ઝેરી દવા પી લેતા તે બંનેને  સારવારમાં ખસેડવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપસીતા રામની મઢૂલી સામે આવેલ ક્રુષ્ણનગરમાં રહેતા ભાવેશભાઈ હરિપ્રસાદ રામાનુજ (૩૫)એ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશિપમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ભાવેશભાઈ કોલસા તેમજ માટીના રોમટિરિયલ્સનું કામ કાજ કરે છે જો કે, તેને ક્યા કરણોસર ઝેરી દવા પીધી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

જયારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતી અવનિબેન અમરશીભાઇ પરમાર (૨૬) નામની મહિલાએ ઘરે કોઈ અજાણી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે




Latest News