મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુને લાકડી વડે માર મારીને મારી નાખવાની ધમકી આપનાર જમાઈની ધરપકડ


SHARE





મોરબીમાં સાસુને લાકડી વડે માર મારીને મારી નાખવાની ધમકી આપનાર જમાઈની ધરપકડ

મોરબીના વીસીપરામાં યુવાનની પત્ની તેના સાસુના ઘરે રહેતી હોય રોષે ભરાયેલ જમાઈ સાસુના ઘરે પહોચ્યો હતો અને “તમારે તમારી દિકરીને ક્યારે મોકલવાની છે” તેવું કહીને સાસુની સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં લાકડીથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સાસુએ તેના જમાઈની સામે ફરિયાદ નોંધાવી હતી તે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

મૂળ ટંકારા તાલુકાનાં છતરના રહેવાસી અને હાલ મોરબી વીશીપરા આંબેડકર કોલોની શેરી નં-૧૨ માં પ્રવિણભાઇ મકવાણાના મકાનમા ભાડે રહેતા પ્રભાબેન રમેશભાઇ સારેસા જાતે અનુ.જાતી (૪૫)એ તેના જમાઈ વસંતભાઇ દાનાભાઇ રાઠોડ રહે મૂળ મોટા દહીસરા માળીયા(મી) હાલ રહે વીશીપરા ગુજરાત સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેની દીકરી છેલ્લા ત્રણેક માસથી તેના પતિથી જુદી રહેવા જતી રહેલ છે અને એકાદ માસથી તે તેઓની સાથે રહેવા આવેલ છે માટે તેના જમાઈએ તેના ઘેર જઇને કહેલ કે “તમારે તમારી દિકરીને ક્યારે મોકલવાની છે” જેથી ફરિયાદી મહિલાએ કહ્યું હતું કે, “તમારા ઘરના બે વડીલોને લાવો અમે વાત ચીત કરી મોકલી દઇશુ” જેથી રોષે ભરાઈને જમાઈએ ગાળો આપીને લાકડી વડે સાસુને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ સાસુએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને જમાઈની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને પોલીસે આ ગુનામાં આરોપી વસંતભાઇ ઉર્ફે વિજય દાનાભાઇ રાઠોડ (૨૮) રહે. મૂળ મોટા દહીંસરા માળીયા(મી) હાલ રહે.વીશીપરા મોરબીની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

ટંકારાના મીતાણા ગામે રહેતા હરેશ ઉદેસિંગ નાયકા  (૧૯) અને ચંદુ રસિકભાઈ નાયકા (૨૫) નામના બે યુવાનોને હળવદના શિવપુર ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા બંનેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતો ગોપાલ જલાભાઈ ખીંટ નામનો યુવાન બાઇક લઇને ઘરેથી પાવળીયારી તરફ જતો હતો ત્યારે પાવળીયારી કેનાલ પાસે તેનું બાઈક રસ્તામાં સ્લીપ થઈ જવાથી ઇજાગ્રસ્ત થયેલા ગોપાલભાઇ ખીંટને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબીના રંગપર બેલા ગામ પાસે આવેલ આરૂ સેનેટરીવેર સત્યમ કાંટા પાસે જેતપર રોડ નજીક રહેતા વનરાજ મથુરભાઈ પરમાર નામના યુવાનના બાઈકને ડમ્પર ચાલકે રંગપર ગામ નજીક આવેલ બેનટેન સિરામીકની પાસે હડફેટે લીધું હતું જેથી કરીને વનરાજ પરમારને ઇજાઓ પહોંચતા શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News