મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના મણીમંદિર પાસે દરગાહનું ધાર્મિકદબાણ કરનાર મુંજાવરની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ


SHARE











મોરબીના મણીમંદિર પાસે દરગાહનું ધાર્મિકદબાણ કરનાર મુંજાવરની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ

મોરબીની અતૈહાસીક ધરોહર સમાન મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું છે તેને હટાવવા માટે હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી અને અંતે મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરનારની સામે મોરબી માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે દરગાહના મુંજાવર સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી દરમ્યાન આરોપીની પોલીસે અમદાવાદ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરેલ છે

મોરબીમાં છેલ્લા વર્ષોમાં મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું છે તેને હટાવવાની માંગ સાથે અગાઉ હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના કાજલ સિંગાળા (હિંદુસ્તાની)વિહિપના કમલભાઇ દવે અને કમલેશ બોરિચા સહિતના આગેવાનો સહિતના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેથી કરીને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ગત ૨૬/૯ ના રોજ મોરબી સિટી એ ડિવિઝન ખાતે મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર દ્વારા હેરીટેઝ સ્મારક મણીમંદિરની બાજુમાં દરગાહ ધાર્મિક દબાણ કરનારા દરગાહના મુંજાવરની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં મુંજાવર હાશમશા જાફરશા ફકીર જાતે મુસ્લિમ (૬૦) રહે, ભરવાડ શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News