મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

તંત્રથી તોબા: વાંકાનેરમાં ટોકન દરે પાલિકાએ આરએસએસનું ગ્રાઉન્ડ ન આપતા જીતુભાઈ સોમાણીની ટીમે નવરાત્રિનું આયોજન કર્યું રદ્દ


SHARE











તંત્રથી તોબા: વાંકાનેરમાં ટોકન દરે પાલિકાએ આરએસએસનું ગ્રાઉન્ડ ન આપતા જીતુભાઈ સોમાણીની ટીમે નવરાત્રિનું આયોજન કર્યું રદ્દ

વાંકાનેરમાં નગરપાલિકા વિસ્તારમાં આવતા આર.એસ.એસ. ગ્રાઉન્ડમાં વર્ષોથી નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા નવરાત્રી રાસ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે જેથી કરીને પાલિકા પાસેથી ટોકન દરે આ ગ્રાઉન્ડની માંગણી જીતુભાઈ સોમાણીના નામે કરવામાં આવી હતી પરંતુ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ટોકન દરે મેદાન નહીં આપતા જીતુભાઈ સોમાણી અને તેની ટીમે આ વર્ષે તંત્રની આડોળાઈના લીધે નવરાત્રિનું આયોજન રદ્દ કર્યું છે અને પાલિકા દ્વારા રાજકોટમાં સરકારના નિયમ મુજબ મેદાન ભાડે આપવામાં આવે છે તેવું લેખિતમાં જણાવવામાં આવ્યું છે ત્યારે જીતુભાઈએ પણ વળતો કડક ભાષામાં જવાબ આપી દીધો હોવાનું જાણવા મળેલ છે

વાંકાનેર શહેરમાં ગણેશોત્સવ સમિતિ નવરાત્રીમાં દર વર્ષે વાંકાનેરમાં રાસ ગરબા માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને આરએસએસના ગ્રાઉન્ડમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવ યોજવા માટે જીતુભાઈ સોમાણીના નામથી મેદાન માંગવામાં આવ્યું હતું જો કે, વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા  નવરાત્રી માટે મેદાન ટોકન દરે આપવાના બદલે સરકારના નિયમ મુજબ આપવાનું કહેવામા આવ્યું હતું અને ડિપોઝિટના સહિત ૨૦૦૦૦ રૂપિયા ભરવા માટે જાણ કરવામાં આવી હતી ત્યારે જીતુભાઈ સોમાણી અને તેની ટીમે અધિકારીને જણાવ્યુ હતું કે, ગુજરાતના અમદાવાદ અને વડોદરા જેવા મેગાસિટીમાં એક બે નહીં પરંતુ ૧૭ કરતા વધુ ગ્રાઉન્ડ એક રૂપિયાના ટોકન ભાડે નવરાત્રિના આયોજન કરવા માટે આપવામાં આવેલ છે તો પછી વાંકાનેરમાં કેમ સરકારના નિયમ મેદાન માટે બતાવવામાં આવે છે અને છેલ્લી ઘડી સુધી આ મેદાનની ટોકન દરે ફાળવણી કરવામાં આવી ન હતી જેથી કરીને વાંકાનેરમાં આ વર્ષે જીતુભાઈ સોમાણી અને તેની ટીમે નવરાત્રીનું આયોજન રદ્દ કર્યું છે

હાલમાં વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જીતુભાઈને પત્ર લખવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાજકોટ મહાપાલિકા દ્વારા ૧ ચોમી રૂપિયા ૬ ના ભાવેથી આપવામાં આવે છે અને ઘણી બધી પાલિકા આ નિયમને અનુસરે છે જેથી રકમ ભરવામાં નહીં આવે તો મેદાન રાખવા માંગતા નથી તેવુ સમજીને આગળની કાર્યવાહી કરવામાં આવશે જો કે, જીતુભાઈ સોમાણીએ હાલમાં ચીફ ઓફિસરના આ પત્રની સામે કડક ભાષામાં જવાબ આપવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાજકોટમાં જે મેદાન મહાપાલિકા દ્વારા આપવામાં આવે છે તેના આયોજકો દ્વારા પાસ ઉપર લોકોને એન્ટ્રી આપીને કમાણી કરવામાં આવે છે જો કે, વાંકાનેરમાં બહેન દીકરીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને તેમાં વિનામુલ્યે એન્ટ્રી આપવામાં આવે છે જેથી કરીને તંત્રની આડોળાઈના લીધે આ વર્ષે જીતુભાઈ સોમાણીની ટીમે માતાજીની આરાધનના પર્વ એટ્લે નવરાત્રિ દરમ્યાન નવરાત્રિનું આયોજન રદ્દ કર્યું છે






Latest News