મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેર રેલ્વે સ્ટેશન સહિત સ્વચ્છ નીર દિવસ નિમિત્તે વિવિધ સ્ટેશનો પર પાણીની શુદ્ધતાની ચકાસણી


SHARE











વાંકાનેર રેલ્વે સ્ટેશન સહિત સ્વચ્છ નીર દિવસ નિમિત્તે વિવિધ સ્ટેશનો પર પાણીની શુદ્ધતાની ચકાસણી

રાજકોટ ડિવિઝન દ્વારા 16મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર, 2022 દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે આ પખવાડિયા દરમિયાન તેમના પરિસરને સુંદર બનાવવા માટે સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે માહિતી આપી હતી કે, પખવાડિયાના દસમા દિવસને 'સ્વચ્છ નીર દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો હતો. અભિયાન હેઠળ, પાણીની ટાંકીઓ, ફિલ્ટર પ્લાન્ટ, પાણી પુરવઠા સાથેના વેઇટિંગ રૂમ, રિટાયરિંગ રૂમ અને સ્ટેશનો પર ઉપલબ્ધ પાણીની શુદ્ધતાની ચકાસણી કરવામાં આવી હતી. સ્ટેશન પરના કેટરિંગ સ્ટોલ પર વેચાણ માટે ઉપલબ્ધ પાણીની કલોરીનની માત્રા અને કાયદેસરતાની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલાક સ્ટેશનો પર આધુનિક મશીનો દ્વારા હાઈડ્રેન્ટ ની સફાઈ કરવામાં આવી હતી. આ સાથે સફાઈ કામદારોને હાઈડ્રેન્ટ પાઈપોનો યોગ્ય રીતે ઉપયોગ કરવા અને તેની જાળવણી કરવા સૂચના આપવામાં આવી હતી. ડિવિઝનના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા, ખંભાળિયા, વાંકાનેર વગેરે સ્ટેશનો પર પ્લેટફોર્મ વોટર સ્ટેન્ડ અને વોટર કુલરમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા અને ક્લોરીન ની માત્ર ચકાસવા માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝન તેના મુસાફરોને સ્વચ્છ અને પીવાલાયક પાણી આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.






Latest News