મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નોંધાયેલ લેન્ડ ગ્રેબીંગના ગુનામા આરોપીની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે


SHARE







વાંકાનેરમાં નોંધાયેલ લેન્ડ ગ્રેબીંગના ગુનામા આરોપીની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે

વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા યુવાને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી જેથી કરીને લેન્ડ ગ્રેબીંગની ફરિયાદના આરોપીએ ધરપકડ સામે સ્ટે માટે હાઇકોર્ટમાં રીટ પિટિશન કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીની ધરપકડ સામે સ્ટે ફરમાવેલ છે

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના રહીશ અમીનાબેન જીવાએ ખેતીની જમીન રે.સ.નં. ૬૯/૩ જનુબેન જીવા પાસેથી ખરીદ કરેલ હતી અને અમીનાબેનના અવશાન બાદ તે જમીન તેના વારસદારોને ભાગે આવેલ તે પૈકી તેના વારસદાર પુત્ર સુલ્તાન અબ્દુલ શેરસીયાએ ચંદૂપુરના રહીશ મહેબુબ અહમદ શેરસીયા સામે ધી ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટની જુદી જુદી કલમો મુજબ જમીન પચાવી પાડવા અંગે ફરિયાદ કરેલ હતી. જે અનુસંધાને આરોપી મહેબુબ અહમદ શેરસીયાએ ગુજરાત હાઈકોટૅમાં રીટ પીટીશન કરતાં વડી અદાલતે આરોપીની ધરપકડ સામે સ્ટે ફરમાવેલ છે. આ કામે આરોપી મહેબુબ અહમદ શેરસીયા તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતિ પુષ્પાબેન ભટ્ટ તથા કૈાશિકભાઈ ભટ્ટ રોકાએલ હતા




Latest News