મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા-શહેરમાં જુગારની ત્રણ રેડ: ૧૧ જુગારી ઝપડાયા, ૯ ફરાર


SHARE











વાંકાનેર તાલુકા-શહેરમાં જુગારની ત્રણ રેડ: ૧૧ જુગારી ઝપડાયા, ૯ ફરાર

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર તાલુકાના જાલી ગામના ઝાપા પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલિસની ટીમ દ્વારા ત્યાં જુગાર કરવામાં આવતા સ્થળ ઉપર જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી અને પોલીસને જોઈને નવ જુગારીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા જોકે, પોલીસે સ્થળ ઉપરથી બે જુગારીઓની રોકડા રૂપિયા ૨૫૫૦ તેમજ આઠ મોટરસાયકલ મળીને ૨,૨૨,૫૫૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને નાસી છૂટેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ ઉપરાંત વાંકાનેર તાલુક અને શહેરમાં જુગારની બે રેડ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના જાલી ગામના ઝાપા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા આવવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા જુગાર રમી રહેલા શખસોમાં નાસભાગ મચી ગઈ હતી અને પોતાના બાઇક સહિતનો મુદ્દામાલ ત્યાં છોડીને જુગારીઓ નાસી છૂટ્યા હતા જેથી પોલીસે હાલમાં સ્થળ ઉપરથી આઠ મોટરસાયકલ જેની કિંમત ૨,૨૦,૦૦૦ તેમજ ૨૫૫૦ રૂપિયાની રોકડ આમ કુલ મળીને ૨,૨૨,૫૫૦ ના મુદ્દામાલ સાથે સંજયભાઈ જેઠાભાઈ વાઘેલા (૨૭) અને વિજયભાઈ અવચરભાઈ પારજીયા (૧૯)ની ધરપકડ કરેલ છે અને પોલીસને જોઈને નાસી છૂટેલા જગદીશભાઈ છગનભાઈ ગોરીયા, રવિભાઈ બાલાભાઈ પારજીયા, જગદીશભાઈ રૂપાભાઈ વિરસોડિયા, પરબતભાઈ પ્રેમજીભાઈ ઇન્દરપા, જયસુખભાઈ વરસિંગભાઈ પારજીયા, ધનજીભાઈ કાનજીભાઈ માલકીયા, અશ્વિનભાઈ લાલજીભાઈ ગોરીયા, કિશનભાઇ શામજીભાઈ ઇન્દરપા અને મહેશભાઈ રૂપાભાઈ વિરસોડિયની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આરોપી અને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરેલ છે

ખડીપરા જુગાર

વાંકાનેર શહેરમાં આવેલ નવાપરા ખડીપરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા સુનિલભાઈ સુરેશભાઈ સાકરીયા (૧૮), માવજીભાઈ સવજીભાઈ વેકરીયા (૨૭) અને ધનાભાઈ વેરશીભાઈ અઘારા (૪૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૧ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને જુગાર હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માટેલ જુગાર

વાંકાનેર તાલુકાની હદમાં આવેલ માટેલ ગામે વીરપર રોડ ઉપર શીતળાધાર પાસે જીલાભાઈ ભલાભાઇ સરાવાડીયાના મકાન પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલિસી ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ભગવાનજીભાઈ સંઘાભાઈ ધેણોજા, પ્રવીણભાઈ છનાભાઈ સરાવાડીયા, હરેશભાઈ સાદુરભાઈ વિજવાડિયા, કિશનભાઇ દેવશીભાઈ વિજવાડીયા, કાનજીભાઈ શામજીભાઈ વિજવાડીયા અને વિપુલભાઈ ધીરાભાઈ વિજવાડિયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૧૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News