ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા કોરોનાના હતભાગીઓના આત્માની શાંતિ માટે રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન


SHARE







મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા કોરોનાના હતભાગીઓના આત્માની શાંતિ માટે રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન

કોઈપણ કુદરતી આફતમાં અસરગ્રસ્તો માટે સક્રિય યોગદાન માટે હંમેશા તત્પરપૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોનાના અત્યંત કપરા સમયમાં દવાઓ અને આર્થિક યોગદાન સાથે સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. અને મહાવિનાશક કોરોનામાં લોકોના સંખ્યાબંધ સગા સંબંધીઓના અવસાન થયા હતા અને કદાચ એમના અંતિમ સંસ્કાર પણ આપણી પરંપરા કે વિધિ મુજબ કરી શક્યા નથી. એવા સમયે કાંતિભાઈ અમૃતિયાએ સંકલ્પ કર્યો કે, કોરોનામાં હતભાગી થયેલા આપણા ભાઈઓ બહેનોના મોક્ષાર્થે-સ્મરણાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે

આ સંકલ્પના અનુસંધાનમાં ગુજરાતનું ગૌરવદેવભાષા સંસ્કૃતનું જતન-સંવર્ધન કરી રહ્યા છે એવા પ્રખર ભગવદાચાર્ય પરમ આદરણીય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જે લોકોના પરિવારમાંથી તેમના સગા-સ્નેહીઓમાંથી કોઈ કોરોના સમયે અવસાન પામ્યા હોય તો દિવંગતના ફોટો તા. ૨૫/૮ સુધીમાં કાંતિભાઈનું કાર્યાલયઉમા ટાઉનશીપમોરબી-૨ ખાતે પહોંચતા કરવા માટે અનુરોધ કરેલ છે વધુ માહિતી માટે મો. ૯૯૭૯૬ ૧૩૪૩૩ અને ૯૮૨૫૬ ૯૨૮૪૪ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે અને મોરબી જીલ્લામાં કોરોનામાં દિવંગત થયેલ સદગતોના વધુમાં વધુ પરિવારો અને સમગ્ર ગુજરાતના લોકો આ ભાગવત સપ્તાહનો લાભ લઈ શકે તે સોશ્યલ મીડિયામાં તેને ફોરવર્ડ પણ કરવામાં આવશે






Latest News