ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા આઠની ધરપકડ


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા આઠની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીને આધારે તેઓએ રફાળેશ્વર ગામે મચ્છુનગર વિસ્તારમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા આઠ પતાપ્રેમીઓની જુગારધારા હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલ બાતમી આધારે તેઓએ રફાળેશ્વર ગામે મચ્છુનગર વિસ્તારમાં રેડ કરી હતી તે દરમિયાન ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા બળદેવ વજા ધરજીયા (૩૯), સમીર લતીફ ભટ્ટી (૩૩) રહે.વાઘપરા મોરબી, ભરત લાભુ સાંખલપરા (૪૨), દિનેશ કરશન મકવાણા (૪૫), સંજય રણછોડ સરૈયા જાતે ભરવાડ (૩૬), વાઘજી જેરામ સપંડાણી જાતે કોળી (૩૩), લાખા રૂડા સરૈયા જાતે ભરવાડ (૩૦) અને ભરત મૂળજી ભોયા રહે.બધા મચ્છુનગર રફાળેશ્વર તા.જી.મોરબી વાળાઓની રોકડા રૂા.૫૦,૭૦૦ સાથે ધરપકડ કરી તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

માળીયા મીંયાણા પાસે આવેલ ઓનેસ્ટ હોટલ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માતના બનાવમાં દિનેશ રામચંદ્રભાઈ નામના ૨૫ વર્ષીય યુવાનને ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લાતીપ્લોટ પાસેના જોન્સનગર વિસ્તારમાં રહેતી રજીયા ઇમરાનભાઈ કટિયા નામની આઠ વર્ષીય બાળકી પોતાના ઘરની પાસે સાયકલ ફેરવી રહી હતી ત્યારે રસ્તામાં તે સાયકલમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેને પણ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

બાળકી સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર તુલસીપાર્ક નજીકના આનંદનગર વિસ્તારમાં રહેતા પિયુષભાઈ વાઘેલા પોતાના પત્ની અને ત્રણ વર્ષની દીકરી હેન્સી સાથે એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓનું એકટીવા સ્લીપ થઈ જતા તેમની પુત્રી હેન્સી (ઉંમર ૩) ને ઇજાઓ તથા સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.જ્યારે હળવદના ચરાડવા ગામે રહેતો કિશન દિપકભાઈ નિમાવત નામનો યુવાન હળવદ-માળિયા હાઇવે ઉપરથી જતો હતો ત્યારે કોટેક્ષ કંપની પાસે તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News