ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ તિરંગા યાત્રાનું રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન


SHARE







મોરબીમાં યોજાયેલ તિરંગા યાત્રાનું રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન

દેશવાસીઓમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે થઈને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જેને સાર્થક કરવા માટે થઈને હાલમાં સંગઠન તેમજ સરકાર અને અન્ય જુદી જુદી સંસ્થાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબી શહેરમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને ત્યારે પ્રેમસ્વામી, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસડિયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબિયા, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, ચંદુભાઈ હુંબલ, રુચીરભાઈ કારીયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખ મણીભાઈ સરડવા તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સહિતના ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો તેમજ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને મોરબી શહેરના સનાળા રોડ ઉપર અને રવાપર રોડ ઉપરથી જ્યારે આ તિરંગા યાત્રા પસાર થઈ ત્યારે વિદ્યાર્થીઓ સહિતના લોકો દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા લગાવવામાં આવતા દેશભક્તિનો માહોલ મોરબીમાં ઉભો થયો હતો






Latest News