મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવો કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

 મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો લોક સંવાદ યોજાયો


SHARE







 મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો લોક સંવાદ યોજાયો

મોરબી સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી પાલિકાના જુદા જુદા કાઉન્સીલર્સ દ્વારા શહેરના ભૂગર્ભ ગટરના કામો, સ્ટ્રીટ લાઈટ, વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો, તેમજ જુદી જુદી ગ્રામ પંચાયતોના મહેસુલ, સનદ, ગ્રામ્ય માર્ગો, ગ્રામ્ય ક્ષેત્રે વીજળી, બસ વ્યવહાર તેમજ નાણાપંચની ગ્રાન્ટ વગેરે જેવી બાબતોની રજૂઆતો કરવામાં આવી હતી.

આ તમામ રજૂઆતોને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ધ્યાને લઈ સ્થળ પર જ સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી તમામ પ્રશ્નોનો તાત્કાલિક રીતે સચોટ નિકાલ કર્યો હતો આ લોક સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ડીડીઓ પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા, મોરબીના ટીડીઓ દીપાબેન કોટક, મોરબીના ગ્રામિણ મામલતદાર નિખિલ મહેતા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા તેમજ મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કણજારિયા તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ અને નગરપાલિકાના કાઉન્સીલર્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




Latest News