ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના અમરેલી ગામે યુવાન અને તેના ભાઈને માર મારનાર ત્રણ શખ્સની ધરપકડ


SHARE







મોરબીના અમરેલી ગામે યુવાન અને તેના ભાઈને માર મારનાર ત્રણ શખ્સની ધરપકડ

મોરબીના અમરેલી ગામે યુવાનને ધક્કો કેમ માર્યો તેમ પૂછતા ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેની ફરિયાદ નોંધાવાતાં પોલીસે ત્રણની ધરપકડ કરેલ છે.

મોરબીના અમરેલી ગામે રહેતા ભાવેશભાઇ ધિરુભાઇ ઝિંઝુવાડીયા (૨૨) એ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, અમરેલી ગામના ઝાંપા પાસે સંજયભાઇ મનસુખભાઇ ગડેસીયાએ ધક્કો માર્યો હતો તેથી ભાવેશભાઈએ પૂછ્યું હતું કે તે મને ધક્કો કેમ માર્યો..? જેથી ઉશ્કેરાઇ જઇને સંજયભાઇ મનસુખભાઇ ગડેસીયા જાતે કોળી (૨૫), દીલીપભાઇ મનસુખભાઇ ગડેસીયા અને મહેશભાઇ મનસુખભાઇ ગડેસીયા (૩૦) એ ઢીકાપાટું અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ ભાવેશભાઈના ભાઈને પણ માર માર્યો હતો.ભાવેશભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં સંજય, મહેશ અને દિલીપની ધરપકડ કરેલ છે.

બાળક સારવારમાં

મોરબીના સામાકાંઠે લખધીરગેઇટ નજીક રહેતા રામભાઈ પરમારનો ૧૫ વર્ષનો દીકરો નિલેશ કેસરબાગ પાસે રોડ ક્રોસ કરતો હતો ત્યારે ગત મોડી રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આગળની તપાસ કરવામાં આવી છે.

વ્યાજખોરની ધરપકડ

મોરબીમાં થોડા દિવસો પહેલા યુવાને ધાકધમકીથી ડરી જઈને ફિનાઇલ પી લીધું હતું અને તેમાં તેને સારવારમાં ખસેડાયો હતો બાદમાં તેણે દસેક લોકોની સામે વ્યાજે નાંણા આપ્યા બાદ ઊંચું વ્યાજ લેવામાં આવતું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં અમુક ઇસમોની થોડા દિવસો પહેલા ધરપકડ કરવામાં આવ્યા બાદ ગઈકાલે સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એમ.પી.સોનારા દ્વારા આ બનાવમાં રવિ દેવદાનભાઇ ડાંગર જાતે આહિર (૨૭) રહે.અમૃતપાર્ક સોસાયટી મોરબી ની ધરપકડ કરવામાં આવી હતી.




Latest News