મોરબી જિલ્લા સેવાસદનમાં કંડમ થયેલા વાહનો હાલ પાર્કિંગમાં પડેલ છે તેનો નિકાલ કરવા માંગ
SHARE
મોરબી જિલ્લા સેવાસદનમાં કંડમ થયેલા વાહનો હાલ પાર્કિંગમાં પડેલ છે તેનો નિકાલ કરવા માંગ
મોરબીના જાગૃત નાગરીક અને અન્ન અને નાગરીક પુરવઠા શાખાના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ જીલ્લા કલેકટરને રજૂઆત કરીને સેવાસદનમાં કંડમ થયેલા વાહનો હાલ પાર્કિંગમાં પડેલ છે તેનો નિકાલ કરવા માંગ કરેલ છે
હાલમાં જિલ્લા તથા તાલુકા સેવા સદનમાં સરકારી કંડમ થયેલા વાહનોનો નિકાલ કરવો જરૂરી છે.કારણ કે અહિંયા આવતા અરજદારોને પોતાનું વાહન કયા રાખવું ? તે મોટો પ્રશ્ન છે.જયા વાહન પાર્કિંગ અરજદારો માટે છે તેમજ મુલાકાતીઓ માટે છે તે પાર્કિંગમાં હાલમાં સરકારી વાહનો જે કંડમ થયેલા છે તે પડયા છે તે બીન જરૂરી જગ્યા રોકે છે. જેથી આ વાહનનો અન્યત્ર ખસેડી અથવા નિયમ અનુસાર નિકાલ કરવો જરૂરી છે.આ બાબતે અગાઉ કલેકટર કે.બી.ઝવેરીને રજુઆત કરેલ પણ કોઈ પરીણામ આવેલ નથી અને સરકારી વાહનો લાખો રૂપિયાનું બીન જરૂરી સડે છે તેના કારણે પ્રજાને પોતાના વાહનો રાખવા માટે ધણી તકલીફ પડે છે.તો આ બાબતે વાહનોનો નિકાલ કરી નિયમઅનુસાર કાર્યવાહી કરવો જોઇએ.પી.પી.જોષીના જણાવ્યા મુજબ જાત તપાસમાં ૯ થી ૧૦ જેટલા વાહનો પડેલા છે.જે કંડમ હાલતમાં હોય તેનો યોગ્ય નિકાલ કરવો જોઇએ.