ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર, સુરજબાગ અને બાલમંદિર પાસે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની સ્થાનિક લોકોની માંગ


SHARE







મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર, સુરજબાગ અને બાલમંદિર પાસે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની સ્થાનિક લોકોની માંગ

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર તથા સુરજબાગ અને બાલમંદિર પાસે જે સ્ટ્રીટ લાઈટના પોલ હતા તેને રોડના કામ દરમિયાન કાઢી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં નવા પોલ મુકવામાં આવ્યા નથી જેથી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગઈ છે જેથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા અવારનવાર મોરબી મહાનગરપાલિકામાં લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી વધુ એક વખત મોરબી મહાનગરપાલિકામાં સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, રેલવે સ્ટેશન રોડ શેરી નં. 1, 2, 3 તથા સૂરજબાગ અને બાલમંદિર પાસે જે સ્ટ્રીટ લાઈટના પોલ હતા તે પોલને કાઢી નાખવામાં આવ્યા છે અને આ હદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી હોય ત્યાં સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરીને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવે તેના માટે અગાઉ ત્રણ વખત લેખિતમાં અરજીઓ કરવામાં આવી છે તેમ છતાં કોઈ કામ કરવામાં આવ્યું નથી અને મહાપાલિકામાંથી સંતોષકારક જવાબ પણ મળતો નથી જેથી આ વિસ્તારના લોકોને રાત્રિ દરમિયાન અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહેલી તકે વીજ પોલ ઊભા કરીને સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.




Latest News