ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે રોંગ સાઇડમાં આવેલ બોલેરોના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબીના નીચી માંડલ પાસે રોંગ સાઇડમાં આવેલ બોલેરોના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના નીચી માંડલ ગામ પાસેથી યુવાન રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રિક્ષાને રોંગ સાઈડમાં બોલેરો ગાડી લઈને આવેલા શખ્સે હડફેટે લીધી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં રિક્ષાચાલકને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભ મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે બોલેરો ગાડીને ચાલાક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના નીચી માંડલ ગામે રહેતા દિલીપભાઈ રામજીભાઈ ચૌહાણ (35) એ હાલમાં બોલેરો ગાડી નંબર જીજે 10 ટીએક્સ 9073 ના સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, નીચી માંડલ ગામ પાસેથી ફરિયાદીના નાના ભાઈ રાહુલ રામજીભાઈ ચૌહાણ (25) પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 5543 લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા દરમિયાન સિમોલો સીરામીક કારખાના પાસે સવારે પાંચ વાગ્યાના અરસામાં બોલેરો ગાડીના ચાલકે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના ભાઈની રીક્ષાને હડફેટે લીધી હતી અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પરણીતાને પતિ અને સાસુ દ્વારા શારીરિક માનસિક ત્રાસ 

મોરબીમાં જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં માવતરના ઘરે રહેતી પરણીતા મિલનબેન હિતેશભાઈ કરંગીયાએ હાલમાં મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ હિતેશભાઈ ઉર્ફે જીતુ અરજણભાઈ કરંગીયા અને સાસુ મણીબેન અરજણભાઈ કરંગીયા રહે. બંને ન્યુ નવાનગર સુભાષ પાર્ક પાસે રણજીતસાગર રોડ જામનગર વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યૂ છે કે, પતિ અને સાસુ દ્વારા અવારનવાર નાની-નાની બાબતોમાં હેરાન પરેશાન કરીને શારીરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હતો જેથી હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News