મોરબીના નીચી માંડલ પાસે રોંગ સાઇડમાં આવેલ બોલેરોના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબી શહેરમાં જુદીજુદી 3 અને હળવદના ઈશ્વરનગર ગામે 1 જુગારની રેડમાં કુલ 21 શખ્સો પકડાયા
SHARE
મોરબી શહેરમાં જુદીજુદી 3 અને હળવદના ઈશ્વરનગર ગામે 1 જુગારની રેડમાં કુલ 21 શખ્સો પકડાયા
મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ જુગારની રેડ કરી હતી જેમાં કુલ મળીને 18 શખ્સોને જુગાર રમતા પકડવામાં આવેલ છે જો કે, હળવદના ઈશ્વરનગર ગામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યાંથી 3 શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીમાં આવેલ જોન્સનગર શેરી નં 3 માં હુસેની ચોક પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી હનીફભાઈ રસુલભાઈ ખોડ (36), ઇમરાનભાઈ જુસબભાઈ મોવર (35), વિશાલભાઈ પ્રવીણભાઈ શેખાણી (23), તાહીરહુસેન રમજુભાઈ બેલીમ (26) અને અસલમભાઈ હાજીભાઈ ખોડ (24) રહે. બધા જોન્સનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 13,800 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. મોરબીના ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ધર્મેશભાઈ પ્રફુલભાઈ સોલંકી (24) રહે. ખાખરેચી દરવાજા પાસે મોરબી, પ્રિન્સ અનિલભાઈ કૈલા (20) રહે. પારેખ શેરી મોરબી, પાર્થ મુકેશભાઈ રાવ (29) રહે. ખાખરેચી દરવાજા મોરબી, વરૂણભાઇ હિતેશભાઈ ચૌહાણ (19) રહે. ખાખરેચી દરવાજા મોરબી, મિલનભાઈ મયુરભાઈ ડાભી (22) રહે. ખાખરેચી દરવાજા પાસે મોરબી, રોહનભાઈ સંજયભાઈ ધામેચા (19) રહે. મોચી શેરી મોરબી અને ઋત્વિકભાઈ હરેશભાઈ ટોયટા (25) રહે. ભરવાડ શેરી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 5800 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
જ્યારે મોરબીના સનાળા ગામે તળાવ પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા (40) રહે. પંચાસર, અનિરુદ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર (29) રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ બ્લોક એમ-62 બ્લોક નંબર 343 મોરબી, જસ્મીતભાઈ જગદીશભાઈ ચબાડ (29) રહે. કુળદેવી પાન સામે મોરબી, અર્જુનસિંહ રણજીતસિંહ ઝાલા (23) રહે. વેજીટેબલ રોડ અરુણોદયનગર મોરબી, વિશાલભાઈ રાજેશભાઈ રાજદેવ (33) રહે. ગ્રીનચોક સાંકડી શેરી મોરબી, ગજેન્દ્રભાઈ ઉર્ફે ગોપાલભાઈ પ્રતાપભાઈ ભટ્ટ (31) રહે. હરીપાર્ક સોસાયટી વીરપર, વિશાલભાઈ હસમુખભાઈ ગાંભવા (31) રહે. પંચાસર રોડ રાજનગર મોરબી અને અક્ષયભાઈ હસમુખભાઈ ગાંભવા (29) રહે. પંચાસર રોડ રાજનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 52,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને જુગારના ત્રણેય ગુના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા ઈશ્વરનગર ગામની સીમમાં ચંદ્રકાંતભાઈ પટેલની વાડી પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા હરજીવનભાઈ લક્ષ્મણભાઈ સરાવાડીયા (58) રહે. ઈશ્વરનગર, અરવિંદભાઈ ઉર્ફે જગાલાલ વાલમજીભાઈ માકાસણા (51) રહે. ચરાડવા તથા મુકેશભાઈ હસમુખભાઈ માકાસણા (54) રહે. ચરાડવા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ત્યાં 83,700 ની રોકડ કબ્જે કરીને આરોપીઓની ધરપકડ કરેલ છે અને હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે