મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી


SHARE







વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે ઘર પાસે પાર્ક કરવામાં આવેલા બાઇકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના અરણી ટીંબા ગામે રહેતા અલીભાઈ અમીભાઈ માથકિયા જાતે મોમીન મુસ્લિમ (ઉંમર ૫૫) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેરના પીપળીયારાજ ગામે મામદભાઈ આમદભાઈ સેરસિયાના મકાન પાસે તેને પોતાનું બાઈક નં. જીજે ૩૬ પી ૮૮૬૦ પાર્ક કરીને મૂક્યું હતું જે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ૩૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની અલીભાઈ માથકિયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મહિલાઓ જુગાર રમતા પકડાઈ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુત નગર પાસે સરસ્વતી સોસાયટી શેરી નં-૨ માં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ચાર મહિલા મળી આવી હતી જેમાં હર્ષાબેન હરેશભાઈ પટેલ, ગીતાબેન મહેશભાઈ ડાંગર, ધ્વનિબેન અશ્વિનભાઈ વ્યાસ અને નીતાબેન રાજેશભાઈ કુંગાશિયા નો સમાવેશ થાય છે અને પોલીસે તેની પાસેથી ૪૩૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નહોતી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News