મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં એકટીવા ધીમું ચલાવનું કહેતા બે પરિવાર વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ


SHARE







મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં એકટીવા ધીમું ચલાવનું કહેતા બે પરિવાર વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં એકટીવા ધીમું ચલાવવા માટે થઈને ઠપકો આપ્યો હતો તે વાતના મનદુઃખને લઈને બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક મહિલા સહિત ફૂલ મળીને ચાર વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બનાવમાં બંને પરિવાર તરફથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષી સોસાયટીમાં રહેતા કનકસિંહ તખુભા જાડેજા (૫૮) એ હાલમાં વનરાજસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે જૂના મનદુખના કારણે બે દિવસ પહેલા ઝઘડો કરવા આવવાનો હતો કેમ નહીં આવ્યો તેમ કહીને ગાળો આપી હતી અને બાદમાં ફરિયાદી કનકસિંહને ધોકા વડે માર માર્યો હતો ત્યારે વચ્ચે પડેલ તેની પત્ની અને દીકરાને પણ માર માર્યો હતો જેથી ઈજા પામેલા કનકસિંહ જાડેજા, નયનાબા જાડેજા અને ધ્રુવરાજસિંહ જાડેજાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં સારવાર લીધા બાદ કનકસિંહ જાડેજાએ નોંધ આવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને વનરાજસિંહ ઝાલાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામા પક્ષેથી મારામારીના આ બનાવમાં વનરાજસિંહ ભુપતસિંહ ઝાલા (૬૧)એ હાલમાં ધ્રુવરાજસિંહ કનકસિંહ જાડેજા અને કનકસિંહ જાડેજાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ધ્રુવરાજસિંહ જાડેજા તેઓના ઘર પાસે શેરીમાંથી એકટીવા સ્પીડમાં ચલાવીને નીકળ્યા હતા જેથી તેને એકટીવા ધીમુ ચલાવવા માટે ઠપકો આપ્યો હતો તે વાતનું મનદુઃખ રાખીને ધ્રુવરાજસિંહ અને તેના પિતા કનકસિંહ તેના ઘર પાસે આવ્યા હતા અને ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા વડે માર માર્યો હતો ત્યારે માથામાં ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા વનરાજસિંહ ઝાલાને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ હાલમાં ધ્રુવરાજસિંહ જાડેજા અને તેના પિતા કનકસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News