મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે બાઈક સહિત નાલામા પડતા જોધપરના યુવાનનું મોત


SHARE











મોરબીના જાંબુડીયા પાસે બાઈક સહિત નાલામા પડતા જોધપરના યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ પાસે મોડી રાત્રિના વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક બાઈક સહિત રોડ સાઈડમાં બનાવવામાં આવેલ વરસાદી પાણીના નિકાલના નાલામાં પડી ગયો હતો જેથી માથાના તેમના શરીરના અન્ય ભાગે થયેલી ઇજાઓના કારણે તેનું મોત નિપજયુ હતુ.બનાવ સંદર્ભે સવારે જાણ થતા મૃતક યુવાનના મૃતદેહને સિવિલે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને પીએમ બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર (મચ્છુ નદી) ગામે રહેતો કૈલાશભાઇ વિનોદભાઈ ઉભડિયા નામનો ૩૮ વર્ષીય યુવાન જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક આવેલ કારખાનામાં કોઇ કોન્ટ્રાક્ટનું કામ કરતો હોય કૈલાષભાઇ ઉભડીયા તા.૩૧-૭ ની મોડીરાત્રીના પોતાનું બાઈક લઈને પાવડીયારી તરફથી પોતાના ઘેર જોધપર તરફ જવા માટે નિકળ્યા હતા.ત્યારે રસ્તામાં વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામે પાવર હાઉસ નજીક આરટીઓના સર્વિસ રોડ ઉપરથી તે પોતાનું બાઈક લઈને જતો હતો તે સમયે તેનું બાઈક રોડની સાઈડમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલા નાલા સાથે અથડાયું હતું અને કૈલાશભાઈ બાઇક સહિત નાલામાં પડી જતા માથા તેમજ શરીરના અન્ય ભાગે ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ કૈલાશભાઈનું મોત નિપજયુ હતું.બનાવ સંદર્ભે ગઇકાલ તા.૧-૮ ના સવારે જાણ થતા તેઓના ડેડબોડીને પીએમ માટે સિવિલે પીએમ માટે લાવવામાં આવ્યું હતું અને કપાળમાં ઇજા થતા હેમરાજના લીધે તેનું મોત થયું હોવાના પ્રાથમિક અનુમાન સાથે હાલમાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો.ઘર પાછળ વાવવામાં આવેલા વૃક્ષોની ફરતે કરવામાં આવેલ લાકડાની વાળને હટાવી દેવા બાબતે બે પરિવારો વચ્ચે સામસામે મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હતી અને અગાઉ અમુક ઇસમોની ધરપકડ કરવામાં આવ્યા બાદ ગઈકાલે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા રાજુભાઈ પ્રેમજીભાઈ પરમાર જાતે સતવારા (૬૫) ધંધો કડીયાકામ રહે.શ્રદ્ધાપાર્ક સોસાયટી નવલખી રોડ મોરબીની મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News