મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં રહેતા યુવાનના અમદાવાદમાં રહેતી મહિલાએ 1,00,000 રૂપિયા લઈને મૂળ રાજસ્થાનની મહિલા સાથે લગ્ન કરાવ્યા હતા જો કે, લગ્નના આઠ દિવસ પછી મહિલા કોઈને કશું કહ્યા વગર જતી રહી હતી જેથી યુવાને વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ કરી હતી જે ગુનામાં મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા લગ્ન કરનારા મહિલાને ઝડપી લીધેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરીને તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
મોરબીના વાવડી રોડ ઉપર સમજુબા સ્કૂલની બાજુમાં આવેલ સાધુ વાસવાણી કુંજ સિંધી સોસાયટી બ્લોક નંબર 58 માં રહેતા અશોકભાઈ મૂળચંદભાઈ અડવાણી (47)એ થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રીતિબેન કેવલરામ વાઘવાણી તથા નિશા રામચંદ્ર હેમલાની સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, પ્રીતિબેનએ ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા લઈને નિશાબેન સાથે તેના તા 21/6/26 ના રોજ તેના લગ્ન કરાવ્યા હતા અને માત્ર આઠથી દિવસ રોકાયા બાદ નિશાબેન ઘરે કોઈને કશું કહ્યા વગર જતી રહી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદી આધારે પોલીસે બે મહિલાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં પીએસઆઇ વાણિયા અને તેઓની ટીમે ફરિયાદી સાથે લગ્ન કરનારા આરોપી મહિલા નિશા રામચંદ્ર હેમલાની (30) રહે. માલતીનગર જોધપુર રાજસ્થાન વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.