ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE







ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડાવેલા બે શખ્સના પાસા દરખાસ્ત મુકવ્મા આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા બંને આરોપીની પાસા હેઠળ ધરપકડ કરીને રાજ્યની જુદી જુદી જેલ હવાલે બંને આરોપીને કરવામાં આવ્યા છે

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી.ઝાલા દ્વારા દારૂના ગુનામાં અવારનવાર સંડોવાયેલા બે શખ્સ વિરુદ્ધ પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવતા પાસા હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા આરોપી વશરામભાઈ નારણભાઈ સાટકા (30) રહે. ગઢડા તાલુકો પડધરી અને ધર્મેન્દ્રભાઈ નાગજીભાઈ ફાંગલીયા (21) રહે. વાંકપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરવામાં આવી હતી જેમાં વશરામભાઈ સાટકાની તેના ઘરેથી તેમજ ધર્મેન્દ્રભાઈ ફાંગલિયાની હિલોલ તાલુકો દેગામ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને બંનેને પાસા હેઠળ રાજ્યની જુદીજુદી જેલ હવાલે કરવામાં આવેલ છે જેમાં એક આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ તથા એક આરોપીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News