મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

હળવદના સુસવાવમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: ૩ પકડાયા, ૨ ફરાર


SHARE











હળવદના સુસવાવમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: ૩ પકડાયા, ૨ ફરાર

હળવદ તાલુકાના સુસવાવ ગામે સ્મશાનની બાજુમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી ત્રણ જુગારીઓની ૧૨૮૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે અને નાસી છૂટેલા બે જુગારીઓ સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના સુસવાવ ગામે સ્મશાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા આવવાની બાતમી મળી હતી જેના આધારે હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે દિલીપભાઈ ખોડાભાઈ ડાભી, રણછોડભાઈ પરસોતમભાઈ હડિયાલ અને રાજેશભાઈ ભીમજીભાઈ પારેજીયાની ૧૨૮૦૦ ની રોકડ સાથે ધરપકડ કરી હતી જોકે પોલીસને જોઈને નાસી છૂટેલા મનીષભાઈ ગોવિંદભાઈ કોળી અને ભુપતભાઈ ખોડાભાઈ ડાભી રહે. બંને સુસવાવ ગામ વાળાની સામે પણ જુગારધારા હેઠળ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર ઓવરબ્રિજ પાસે ખુલ્લા પ્લોટમાંથી પોલીસે ૫૦ લિટર દેશી દારૂ સાથે જીતેશ ઉર્ફે ચંગો કાંતિભાઈ કાંજિયા જાતે દેવીપુજક (૨૦) રહે. ૨૫ વારિયા સરકારી આવાસ યોજનાના મકાન વાળાની ધરપકડ કરીને તેની પાસેથી ૧૦૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે

દારૂની ભઠ્ઠી

મોરબીના નાગડાવાસ ગામે રહેતા રાઘવજીભાઈ ગગજીભાઈ રાઠોડ (૪૮) ના ઘરે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે તેના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ૨૨ લીટર તેમજ અન્ય મુદ્દા માલ મળીને પોલીસે ૬૯૦ રૂપિયાનો માલ કબજે કરી આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News