ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ-જેઠ બાદ સાસુ-જેઠાણીની પણ ધરપકડ


SHARE







મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ-જેઠ બાદ સાસુ-જેઠાણીની પણ ધરપકડ

મોરબીના ખત્રીવાડમાં પરણીતાએ કરેલા આપઘાતના બનાવમાં મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે થોડા દિવસો પહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા મૃતક મહિલાના પતિ અને જેઠની ધરપકડ કરેલ હતી અને હાલમાં મૃતકના સાસુ અને જેઠાણીની ધરપકડ કરેલ છે.

મોરબીમાં આવેલ ખત્રીવાડમાં પ્રકાશભાઈ ગીરીશભાઈ ચૌહાણના પત્ની વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ (ઉંમર ૨૨) એ થોડા દિવસો પહેલા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેમાં મૃતક મહિલાના મોરબીની પખાલી શેરીમાં રહેતા પિતા સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડાએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમના જમાઈ પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણ, યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (જેઠ), કલાવતીબેન ગીરીશભાઇ ચૌહાણા (સાસુ) અને અવનીબેન યોગેશભાઇ ચૌહાણ (જેઠાણી) રહે.બધા ખત્રીવાડ શેરી નં.-૨ મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ લગ્ન થયાના ચારેક વર્ષ થવા છતા બાળક કેમ થતુ નથી..? તેવા મેંણાટોંણા મારીને દુ:ખત્રાસ આપતા હતા જેથી તેઓની દીકરીએ આપઘાત કરી લીધો હતો અને પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઈને આઇપીસી ૩૦૬, ૪૯૮(ક), ૫૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.આ ગુનામાં થોડા દિવસ પહેલા પોલીસે પતિ પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (૩૩) અને જેઠ યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (૩૬) રહે.ખત્રીવાડની ધરપકડ કરી હતી અને ગઇકાલે ઉપરોક્ત બનાવમાં એ ડિવિઝન પીએસઆઇ આર.પી.રાણા દ્વારા મૃતક મહિલાના સાસુ કલાવતીબેન ગિરીશભાઈ ચૌહાણ રજપુત (ઉમર ૬૫) અને મૃતકના જેઠાણી અવનીબેન યોગેશભાઈ ચૌહાણ ખવાસ (ઉમર ૩૬) રહે.ખત્રીવાડ મોરબીની ધરપકડ કરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા

મોરબી તાલુકાના ધુ   ગામે રહેતા સવિતાબેન વશરામભાઈ વાઘેલા નામના 60 વર્ષથી વૃદ્ધા પોતાના ખેતરમાં વાવવા માટે ગયા હતા ત્યારે સામેવાળા સાથે જમીન બાબતે જૂનું બંદૂક ચાલતું હોય તે વાતને લઈને સામા વાળાઓ દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો અને ટીકા પાર્ટીનો માર મારીને સવિતાબેન ને ભડાકા મારી ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા હતા. જેથી ઇજાગ્રત થયેલા સવિતાબેન ને અહીં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેઓના જણાવ્યા પ્રમાણે બાળ ગંગા પાસે આવે તેઓના ખેતરે તેઓ જ્યારે વાવણી માટે ગયા હતા ત્યારે સામેવાળાઓ દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો કલેક્ટર દ્વારા બે વર્ષ માટે ખેતર ખેડવા માટે હુકમ કરવામાં આવ્યો છે અને તેને લઈને તેઓએ પોતાના જ ખેતરમાં વાવણી કરવા માટે ગયા ત્યારે આ વિવાદ વાળી વ્યક્તિ સાથે બોલાચાલી ઝઘડો થયો હતો અને સામેવાળાઓએ ટીકા પાટોનો માર માર્યો હતો અને ભડાકા મારીને જમીન ઉપર પાડી દેવામાં આવ્યા હતા હાલ ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઈજા

સુરેન્દ્રનગરના કોઢ ગામે રહેતા ચિત્રા દેવરાજભાઈ રૂપાભાઇ નામના 48 વર્ષના યુવાનને બે મોટરસાયકલ સામસામે અથડાવાના બનેલ બનાવમાં હાથે-પગે તેમજ છાતીના ભાગે ઇજાઓ થવાથી સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા ભવાનભાઈ છગનભાઈ પરમાર નામના 30 વર્ષીય યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News